• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Demand For Regular Supply Of Electricity To Farmers In Villages Of Talala Gir Panth With Full Voltage, BJP Leaders Handed Over Application Form To Agriculture Minister

રજૂઆત:તાલાલા ગીર પંથકના ગામોમાં ખેડૂતોને પુરા વોલ્ટેજ સાથે નિયમિત વીજળી આપવાની માંગ કરાઈ, ભાજપના આગેવાનોએ કૃષિ મંત્રીને આવેદનપત્ર આપ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કૃષિમંત્રીને રજૂઆત કરતા ભાજપના આગેવાનો - Divya Bhaskar
કૃષિમંત્રીને રજૂઆત કરતા ભાજપના આગેવાનો
  • ખેડૂતોને રક્ષણ મળે તે માટે દિવસે વીજળી મળે તેવી વ્યવસ્થા કરવા માગણી કરાઈ

ગીર સોમનાથમાં તાલાળા પંથકના ખેડૂતોને પુરા વોલ્ટેજ સાથે સાતત્યપૂર્ણ વીજળી આપવાની માગણી કરવામાં આવી છે. આ મામલે તાલુકા ભાજપના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં કૃષિ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.

તાલુકા ભાજપ પ્રમુખ વિમલ વાડોદરિયા, ઉપપ્રમુખ નાગજી ચૌહાણ, મહેન્દ્ર પીઠિયાની આગેવાની નીચેનું પ્રતિનિધિ મંડળ કૃષિ મંત્રી રાઘવજી પટેલને મળ્યું હતું. આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, તાલાળા પંથકમાં હાલ શિયાળુ વાવેતરની સીઝન પુરબહાર ચાલી રહી છે. પરંતુ વીજળીની અનિયમિતતાથી શિયાળું વાવેતરમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આથી ખેડૂતોને પુરા વોલ્ટેજથી નિયમિત વીજળી આપવી ખુબ જ જરૂરી છે.

આવેદનમાં ઉમેર્યું હતું કે, તાલાળા પંથક ગિર જંગલનું બોર્ડર પર આવેલો તાલુકો છે. આ વિસ્તારમાં રાત્રે દીપડા, સિંહ સહિત હિંસક પ્રાણીઓની વ્યાપ પ્રમાણમાં અવર-જવર રહે છે. આથી ખેડૂતોને રક્ષણ મળે તે માટે દિવસે વીજળી મળે તે જરૂરી છે. જેથી વ્યવસ્થિત ટાઈમ ટેબલ ગોઠવી ખેડૂતોને દિવસે પુર વોલ્ટેજથી વીજળી મળે તેવું વ્યવસ્થા કરવા માગણી છે. પ્રતિનિધિ મંડળની માગણી અંગે ઘટતું કરવા કૃષિ મંત્રીએ ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...