તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ગીરનારની ગોદમાં આવેલા સુદર્શન સેતુને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા દરખાસ્ત કરવા માગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુદર્શન સેતુની ફાઇલ તસ્‍વીર - Divya Bhaskar
સુદર્શન સેતુની ફાઇલ તસ્‍વીર
  • જૂનાગઢ ભાજપના અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

જૂનાગઢમાં ગીરનારની ગોદ ભવનાથ તળેટીમાં સુદર્શન બંધ (સેતુ) ઐતિહાસિક રીતે અતિ પૌરાણિક હોય તેથી તેને વર્લ્ડ હેરીટેજમાં સમાવવા જરૂરી દરખાસ્ત કરવા ભાજપનાં સિનિયર અગ્રણી પ્રદીપભાઈ ખિમાણેએ મુખ્‍યમંત્રીને એક પત્ર પાઠવી માંગણી કરી છે.

જેમાં જણાવેલ કે, ગીરનારની ગોદમાં સુવર્ણસિકતા (સોનરખનદી) અને પલાશિની નદી (લુપ્ત થઈ ગયેલ) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યના સૌરાષ્ટ્રના સુબા પુષ્યગુપ્તે બંધાવેલ આ બંધનાં કારણે તળાવમાંથી પાણીનો સંગ્રહ થયો હતો. આ તળાવને સુદર્શન નામ આપેલ. આ પછી મોર્ય સમ્રાટ અશોકના વખતમાં તેના સુબા યવનરાજ તુષ્પસે ખેતીની સિંચાઈ માટે તળાવમાંથી નહેર કાઢવામાં આવી હતી.

આ તળાવ એટલું મજબૂત હતું કે 450 વર્ષ સુધી ટકી શક્યું હતું પરંતુ સંવત 72 ના માગશર માસમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતાં નદીઓમાં ઘોડાપૂર આવતાં સુદર્શન તળાવ તૂટી ગયું હતું. ત્યારબાદ મહાક્ષત્રય રૂદ્રદમન સુબા સુવિશાખે ત્‍વરીત નિર્ણય કરી લોકો પાસેથી કોઇપણ જાતના વઘારાના કરવેરા કે વેટ લીઘા વગર બંઘને ફરી વખત બંધાવ્યો(ઇ.સ.1950) હતો. આ બંઘ પહેલા કરતા પણ લંબાઇ અને પહોળાઇમાં ત્રણ ગણો મજબુત બન્‍યો હતો. આ સંદર્ભના પુરાત્‍તવીય, સાહિત્‍યક અને અન્‍ય આઘારભૂત પુરાવાઓ પણ ઉપલબ્‍ઘ છે.

આ સેતુ પૌરાણિક અને ઐતિહાસિક હોય તેથી તેને હેરિટેજમાં સમાવવામાં આવે તો દેશનું અને વિશ્વનું પ્રથમ સેતુ તરીકેનું બહુમાન મળશે. હાલમાં તેલંગણામાં સદરમટ્ટ એનીકેટ જેનું બાંધકામ 1891-92 માં થયું જે સિંચાઈ હતું જ્યારે પેડ્ડચેરુવુ જે જળાશય તરીકે બંધાવ્યું તેનો ઉપયોગ સામાન્ય લોકો માટે થયેલ. આ બન્ને સ્થળ વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો પ્રાપ્ત થતાં ભારતની પ્રથમ સાઇટ બની ગઈ છે. હાલ આ બંન્‍ને સ્‍થળ ઇન્‍ટરનેશનલ કમિશન એન્‍ડ ડ્રેમેજ દ્રારા ડબ્‍લયુ.એચ.આઇ.એસ.ની જાળવણી કરવામાં આવે છે.

ઉપરોકત બંન્‍ને સ્થળ કરતા જૂનાગઢનું 'સુદર્શન' તળાવ સમય, સ્થાન, ક્રમ અને બાંધકામ ઈ.સ. પૂ. બીજી સદી થી ઈ.સ. ચોથી સદીમાં (અલગ-અલગ સમયે નિર્માણ અને પુનઃ નિર્માણ) નિર્માણ થયેલ છે. ત્યારે ઉપરોકત બંન્‍ને સ્થળને જો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળી શકતું હોય તો જૂનાગઢના ઐતિહાસીક સ્થળને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાની શકયતા વધી જાય છે. જે અંગેના પુરાતત્વીય, સાહિત્યક અને અન્ય આધારભૂત પુરાવાઓ ઉપલબ્ધ છે. જેથી આ ઐતિહાસીક સ્થળને વિશ્વ વિરાસતની (વર્લ્ડ હેરિટેજ) કે વર્લ્ડ હેરિટેજ ઈરીગેશન સ્ટ્રકચર (WHIS) યાદીમાં સ્થાન પ્રાપ્ત થાય તે અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો ઈતિહાસના નવા પ્રકરણનો ઉમેરા થશે. તો આ સંદર્ભે વ્‍હેલીતકે દરખાસ્ત મોકલવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.

સુદર્શન તળાવનો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશથી થનાર લાભો

(1) ભારતનું અને વિશ્વનું પ્રથમ સેતુ તરીકેનું સ્થાન મળશે (2)પ્રવાસન ક્ષેત્રનાં વિકાસને વધુ વેગ મળશે, (3) સામાજિક એકતા કે ભાગીદારી વધશે, (4) નાણાંકીય સવલતો ઉપલબ્ધ થશે. (સરંક્ષણ-જાળવણી વગેરે માટે), (5) શિક્ષણના વિકાસને નવા દ્રષ્ટિકોણથી જોવાશે અને નવા અધ્યાયની શરૂઆત થશે. (6) સ્થાપત્યની દ્રષ્ટિએ તેનું મહત્વ વધી જશે, (7) નવી રોજગારીનું સર્જન થશે, (8) મહાનગરના વિકાસને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...