શહેરના વિદ્યાધામમાં મનપાએ કચરો ઠાલવી તેને ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવી નાંખતા આ મામલે એબીવીપીએ મનપામાં વિરોધ વ્યકત કરી કચરો દૂર કરવા માંગ કરી હતી. આ અંગે એબીવીપીના લવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારે હેરીટેઇઝનો દરજ્જો આપ્યો છે. જ્યારે મનપાએ હાલ અહિં કચરો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. અહિં મરેલા પશુ,કતલખાનાનો કચરો, મેડીકલ વેસ્ટ વગેરેના કારણે અત્યંત દુર્ગન્ધ આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં કે લાઇબ્રેરીમાં બેસી શકતા નથી.
તેમજ સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા કર્મીઓ પણ બિમારીનો ભોગ બને છે. એજ રીતે સ્વામિ વિવેકાનંદ સ્કૂલના મેદાનમાં પણ મનપા બાંધકામનો કચરો ઠાલવે છે. આમ, મનપાએ બન્ને વિદ્યાધામોને ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવી નાંખ્યા છે. ત્યારે આ બન્ને સાઇડ પરથી અઠવાડિયામાં કચરો હટાવી લે અને ફરી ડમ્પિંગ સાઇટ શરૂ ન કરે તેવી એબીવીપીની માંગ છે. જો એ મુજબ નહિ થાય તો મનપાનો ઘેરાવ કરવાની તેમજ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન મનપામાં આવેદન આપે તે પહેલા પોલીસે એબીવીપીના 10 કાર્યકરોની અટકાયત કરી હતી બાદમાં ત્રણેક કલાક બાદતમામનો છૂટકારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.