તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખેતીની દરેક જણસીની નિકાસની પ્રક્રિયામાં છૂટ આપવા કરાઇ માંગ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોના મહામારીને લઇ દેશમાં અનેક ઉદ્યોગો મંદીના વમળમાં ફસાયા છે. આવી સ્થિતીમાં એકમાત્ર ખેતીનો બિઝનેસ- ઉદ્યોગ ધમધમતો રહ્યો છે. ત્યારે ખેતીની જણસી જેવીકે મગફળી, કપાસ, શાકભાજી, ફળફળાદિ વગેરેની નિકાસની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છૂટછાટ આપવા માંગ કરાઇ છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના કન્વિનર અતુલ શેખડાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ખેત જણસીની નિકાસની પ્રક્રિયાને છૂટછાટ આપવાથી ખેતી, ખેડૂત અને ખેતમજૂર વધુ સક્ષમ બનશે. નિકાસના કારણે ભાવ વધારો થતા ખેડૂતો પોતાની પાસે સંગ્રહિત જથ્થો બજારમાં મૂકશે. બાદમાં માલની આવક વધતા વેપારી પણ બજારમાં માલ મૂકવા મજબુર બનશે જેથી આપોઆપ ભાવ નિયંત્રિત થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આમ, ખેત જણસીની નિકાસનો નિર્ણય સરકારની 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની યોજનામાં પણ ઉપયોગી થશે.

અન્ય સમાચારો પણ છે...