તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્તમાન સમયમાં હિન્દુ યુવતીઓને પ્રેમમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી જીવન બરબાદ કરવાનું લવ જેહાદના નામે સમાજમાં પ્રચલિત ષડયંત્રને અટકાવવા માટે રાજ્ય સરકાર કડક કાયદો બનાવી અમલમાં લાવે તે માટે સરદાર પટેલ સેવાદળના આગેવાનો દ્વારા જુનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવી માગણી કરી છે.
જુનાગઢ સરદાર પટેલ સેવાદળના પ્રમુખ નરેશ ઠુમ્મર સહિતનાએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, વર્તમાન સમયમાં ગુજરાત અને ભારતમાં એક બદઇરાદાવાળી વિચારધારા લવજેહાદના નામે ઓળખાતી થઇ છે. આ વિચારધારા ધરાવતા લોકો તેઓના આકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજની યુવતિઓને પ્રેમજાળમાં ફસાવવાનું ષડયંત્ર ચલાવે છે. જેમાં યુવતિને ફસાવ્યા બાદ માનસીક રીતે પ્રતાડીત કરી ધાકધમકી આપી તેના ઘરમાં વાલીઓએ લગ્ન માટે બચત કરેલી રકમ અને કિંમતી દાગીના ચોરી છુપે લેવડાવી ભગાડી જઇ ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરે છે. ત્યારબાદ યુવકો તેમના આકાઓની સુચના પ્રમાણે યુવતિઓનો ખુબ દુરઉપયોગ કરે છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છેકે, લગ્ન કર્યા બાદ હિન્દુ યુવતીનો કયારેય વ્યવસ્થિત સંપર્ક થતો ન હોવાથી ગોરખધંધામાં ધકેલી દીધાની શક્યતા વધી જાય છે. તો ઘણા કીસ્સાઓમાં યુવતિને ત્યજી દેવામાં આવે છે. આવા લવજેહાદના ષડયંત્રમાં ફસાતી યુવતિઓ મોટાભાગે ગરીબવર્ગની હોવાની સાથે તેણીની ઉંમર નાજુક હોવાથી ભાવનાઓનો દુરૂપયોગ કરી ફસાવી જીવન બરબાદ કરી દેવાય છે. આવી ઘટનાઓ દિન-પ્રતિદિન બનતી રહે છે.
વધુમાં અમારૂ સેવાદળ ગ્રુપ ઘણા સમયથી લવજેહાદના ષડયંત્ર બાબતે હિન્દુ સમાજના લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહયુ છે. આ ષડયંત્રને સમાજમાં ફેલાતુ રોકવા માટે સરકાર કડક નિયમો સાથેનો કાયદો ત્વરીત બનાવી અમલમાં લાવે તે સમયની જરૂરીયાત અને હિન્દુ સમાજની લાગણી-માંગણી છે. લવજેહાદ જેવા ચાલતા ષડયંત્રોમાંથી યુવતિઓને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે ત્યારે ઉપરોકત અમારી રજુઆત બાબતે વહેલી તકે કાયદો અમલમાં લાવવા માગણી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.