સહાય:કોરોનામાં મૃત્યું પામનારનાં પરિવારને સહાય ચૂકવવા માંગ

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊના તાલુકા કોંગ્રેસ સમિત્તી દ્વારા મામલતદારને આવેદન

કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે માત્ર રૂ.50 હજાર વળતરની જાહેરાત કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે. અને મૃતકનાં પરીવારોની સાથે માનવજાતની પણ ક્રૂર મજાક કરી છે. અને સરકાર સાંચા આંકડા છુપાવવા માટે રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફત પ્રસિધ્ધ કરતી નથી.

આથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ મુજબ કોરોનાથી મૃત્યુ પામનાર તમામ વ્યક્તિઓના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય ચુકવવામાં આવે, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલની રકમની ચુંકવણી કરવા, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયીક તપાસ કરવા, કોવીડથી મૃત્યુ પામનાર સરકારી કાર્મચારીઓના સંતાન તથા પરીવારજનો પૈકી કાયમી નોકરી આપવા જેવી અનેક માંગ કરી છે. આ તમામ બાબતે ઊના તાલુકા કોંગ્રેસ સમીત્તી ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાબુભાઇ બાંભણીયા, ગુણવંતભાઇ તળાવીયા, કમલેશભાઇ બાંભણીયા, રામભાઇ ડાભી સહીતનાએ મુખ્યમંત્રીને સંબોધી ઊના મામલતદારને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...