રજૂઆત:વેરાવળ સિવિલમાં મ્યુકોર માઇકોસિસ માટે સ્પેશિયલ વોર્ડ તથા સીટી સ્કેન ફાળવવા માંગ કરાઇ

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ઘારાસભ્‍યએ સિવીલની મુલાકાત લીઘેલ ત્‍યારની તસ્‍વીર - Divya Bhaskar
તાજેતરમાં ઘારાસભ્‍યએ સિવીલની મુલાકાત લીઘેલ ત્‍યારની તસ્‍વીર
  • સોમનાથના કોંગ્રેસ ધારાસભ્યે રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરી

વેરાવળ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસની બીમારી માટે સ્પેશિયલ વોર્ડની સુવિધા આપવામાં આવે તથા નવું આધુનિક સીટી સ્કેન મશીન ફાળવવા માટે સોમનાથના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.

દર્દીઓને અંદાજે રૂ.4 થી 5 હજાર જેટલો ખર્ચ થાય છે

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવેલુ કે, જીલ્લાના મુખ્ય મથક વેરાવળની સરકારી હોસ્પિટલમાં નવું આધુનિક સીટી સ્કેન મશીન ફાળવવામાં આવે અને આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં પણ આરોગ્ય મંત્રીને ધ્યાને દોરેલુ હતું. જિલ્લાની મોટી હોસ્પિટલ વેરાવળમાં આવેલી હોય સોમનાથ મત વિસ્તાર તથા જિલ્લાના દર્દીઓ સારવાર માટે આ હોસ્પિટલમાં આવતા હોય ત્યારે હાલ સીટીસ્કેન મશીન ન હોવાથી દર્દીઓને ખાનગી દવાખાનામાં જવું પડે છે. જેમાં દર્દીઓને અંદાજે રૂ.4 થી 5 હજાર જેટલો ખર્ચ થાય છે.

એકપણ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસની સારવાર ઉપલબ્ધ નથી

મ્યુકોર માઇકોસિસની બીમારી માટે જરૂરી સારવારની સુવિધા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા એકપણ હોસ્પિટલમાં ન હોવાથી દર્દીઓને રાજકોટ, જામનગર, ભાવનગર કે અમદાવાદ સારવાર માટે જવું પડે છે. જેથી દર્દીઓને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. તેથી વેરાવળમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બ્લેક ફંગસથી થતી મ્યુકોર માઇકોસિસની બીમારીના દર્દીઓ માટે સ્પેશ્યલ વોર્ડ તથા અધ્યતન સુવિધા મળે તેવી વ્હેલી તકે વ્યવસ્થા કરવા અને નવું આધુનિક સીટી સ્કેન મશીન ફાળવવામાં માટે સરકારને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...