મુખ્યમંત્રીને પત્ર:અજરા અમર હનુમાનજી મહારાજની જન્મ જયંતિએ જાહેર રજા રાખવા માંગ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાજીક કાર્યકર અજય ટીટા અને જીત મંઘાણીએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, દેશના અનેક મહાનુભાવોની જન્મ જયંતિએ તેમજ દરેક ધાર્મિક તહેવારોમાં જાહેર રજા હોય છે. ત્યારે હિન્દુ ધર્મના સૌથી આદરણીય ભગવાન હનુમાનજીની જન્મ જયંતિએ જાહેર રજા ન હોય હનુમા ન ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રહી છે.

દરેક ગામોમાં હનુમાનજીનું મંદિર હોય છે. દરેક હિન્દુ માટે હનુમાનજી આસ્થાનું સ્થાન છે. ત્યારે હનુમાનજી મહારાજની જન્મ જયંતિએ જાહેર રજા રાખવાની તમામ હિન્દુઓ વતી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...