તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોને મતદાર સ્લીપ પહોંચાડો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં મતદારોને બુથ, મતદાર ક્રમાંક શોધવામાં પડશે મુશ્કેલી

જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય અને મનપાની પેટા ચૂંટણીમાં મતદારોને મતદાર સ્લીપ પહોંચાડવા માંગ કરાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ શહેર પ્રમુખ ભાવેશભાઇ કાતરીયાએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ધારાસભ્યની, સાંસદસભ્યની કે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં, ચૂંટણી પંચ દરેક મતદાર સુધી મતદાર સ્લીપ પહોંચાડતું હોય છે.

હાલમાં યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામાન્ય અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં હજુ સુધી ચૂંટણી પંચે મતદારો સુધી મતદાર સ્લીપ પહોંચાડી નથી. પરિણામે મતદારોને મતદાન કરવા જતી વખતે પોતાના બુજ, મતદાન ક્રમાંકની બાબતોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવું થવાના કારણે કોરોના કાળમાં મતદારોની ભીડ વધવાની સંભાવના છે. ત્યારે તાત્કાલીક અસરથી તમામ મતદારો સુધી મતદાર સ્લીપ પહોંચાડવાની કાર્યવાહી કરવાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો