તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિ ઉઘરાવાય છે:ગ્રેજ્યુએટ થયાના ત્રણ વર્ષ પછી પણ ડિગ્રી સર્ટિફિકેટ ન અપાયા !

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્ટિફીકેટના અભાવે 1,74,000 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયેલા છાત્રોને 3 વર્ષ પછી પણ ડિગ્રી સર્ટિફિકેટ અપાતા ન હોય આ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ છે.

આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 2017 પછી જે છાત્રોએ બીએ, બીકોમ, બીએસસીની ડિગ્રી મેળવી છે તેેને 3 વર્ષ પછી પણ ડિગ્રી સર્ટિફિકેટ અપાયા નથી.

એનએસયુઆઇના જણાવ્યા મુજબ ડિગ્રી સર્ટિફિકેટ માટે 300થી 400ની ફિ લેવાય છે છત્તાં સર્ટિ અપાતા નથી. 2017થી અત્યાર સુધીમાં ડિગ્રી મેળવનાર છાત્રોની સંખ્યા 1,74,000ની છે. સર્ટિના અભાવે તેમનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. સર્ટિ આપવા માટે બહાના બતાવાય છે કે, સીએમના હસ્તે ડિગ્રી આપવાની છે, સીએમ ફ્રિ નથી. કોરોનાના કારણે છાત્રોને ભેગા ન કરી શકાય. ત્યારે એનએસયુઆઇ આંદોલન કરે તે પહેલા છાત્રોને ડિગ્રી સર્ટિ. મળે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...