તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:અઢી લાખના દારૂ પ્રકરણમાં આરોપીના આગોતરા ફગાવાયા

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીના મકાનમાંથી દારૂ પકડાયો હતો

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાંથી થોડા મહિના પહેલાં રૂ. 2.54 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. આ ગુનામાં એક શખ્સે આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ. 2,54,000 ના વિદેશી દારૂનો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે ભીખુભાઇ લાખાભાઇ શામળા (ઉ. 52) એ જૂનાગઢના સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

જેમાં એવી દલીલ કરી હતી કે, પોતાની ઉમર મોટી હોય અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવાથી આગોતરા જામીન આપવામાં આવે જેમાં કોર્ટે સરકારી વકીલ એન. કે. પુરોહિતની એ દલીલને માન્ય રાખી હતી જેમાં જણાવાયું હતું કે, દારૂનો જથ્થો આરોપીના કબ્જાવાળા મકાનમાંથી મળ્યો હતો. આથી સેશન્સ જજ રીઝવાના બુખારીએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો