તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનતંત્રની કવાયત:વંથલી મેંગો માર્કેટ પાસે વાહન હડફેટે હરણનું મોત

શાપુર (સોરઠ)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા વનતંત્રની કવાયત

વંથલી નજીક જૂનાગઢ રોડ પર મેંગો માર્કેટ પાસે કોઈ અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકે આ રોડ પર જતાં હરણને હડફેટે લેતાં હરણનું ઘટનાસ્થળે મોત થયું હતું. જૂનાગઢ-વંથલી નેશનલ હાઇવે પર વંથલી નજીક એક હરણ ક્યાંકથી આવી ચઢ્યું હતું. તે રસ્તો ઓળંગતું હતું ત્યારે અજાણ્યા વાહને ઠોકર મારતાં હરણ ઘટનાસ્થળેજ તરફડીને મૃત્યુ પામ્યું હતું.

બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગના દીક્ષિત અને સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે પહોંચી હરણના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલું હરણ 4 વર્ષનું નર હોવાનું જાણવા મળ્યું છે. હાલ વનવિભાગ દ્વારા નાસી છૂટેલા અજાણ્યા વાહનની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...