ખેડૂતોએ વાંધા રજૂ કર્યા:ખાનગી માલિકીની જમીનમાં થતી કપાત ખેડૂતોને મંજૂર નથી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાતથી જમીન ત્રાસી થઇ જાય તો કિંમત નજીવી થઇ જાય
  • જૂડાની સુખપુર ટીપી યોજના સામે ખેડૂતોએ વાંધા રજૂ કર્યા

જૂનાગઢ શહેરી સત્તા વિકાસ મંડળ (જૂડા) દ્વારા સુખપુર ગામે નગર રચના યોજના નંબર 9 જાહેર કરવામાં આવી છે. આ યોજના સામે કેટલાક ખેડૂતોએ વાંધા સાથેનું આવેદન જિલ્લા કલેકટર તેમજ જૂડાના અધિકારીને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે,નગર રચના આયોજનમાં કોઇપણ ખાનગી માલિકીની જમીનમાં માલિકોની સહમતિ વગર કપાત કરી શકાય નહિ.

જેથી અમારી માલિકીની જમીનમાં થઇ રહેલ કપાત અમોને મંજૂર નથી. આ ઉપરાંત ફેરફાર અમલી બને તો અમારી જમીન ત્રાસી થઇ જાય જેથી ભવિષ્યમાં જમીનમાં કોઇ પ્રવૃતિ કરવી હોય તો તે ત્રાંસના કારણે સંભવ નથી. પરિણામે જમીનની કિંમત નજીવી થઇ જાય. અહિં 80 ટકા બાંધકામ વિસ્તાર છે, મોટાભાગની જમીન ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલી છે માટે ટીપી સ્કિમ લાગુ ન કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...