તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:જૂનાગઢનાં સુદર્શન તળાવને વિશ્વ વિરાસત તરીકે જાહેર કરો

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચંદ્રગુપ્ત મૌર્યનાં સૌરાષ્ટ્રનાં સુબાએ બંધાવ્યું હતું

જૂનાગઢમાં ઐતિહાસીક સુદર્શન તળાવ આવેલું છે. આ તળાવ ચંદ્રગુપ્ત મોર્યનાં સૌરાષ્ટ્રનાં સુબાએ બંધાવ્યું હતું. આ તળાવને વિશ્વ વિરાસત(વર્લ્ડ હેરિટેજ)ની યાદીમાં સમાવેશ કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ ખુદ ઐતિહાસીક નગરી છે. પરંતુ કાળ ક્રમે જૂનાગઢ પાછળ ધકેલાતું ગયું છે. એટલું જ નહી રાજકીય ઇચ્છા શક્તિનાં અભાવે જૂનાગઢે ઘણું ગુમાવી દીધું છે. ત્યારે સુદર્શન તળાવને લઇ મુખ્ય મંત્રીને રજુઆત કરાઇ છે. ભાજપનાં અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગિરનારમાંથી નિકળતી સોનરખ નદી અને પલાશિની નદી(હાલ લુપ્ત થઇ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યનાં સૌરાષ્ટ્રનાં સુબાએ સુુદર્શન તળાવ બંધાવ્યું હતું.

સંચાઇ માટે તળાવમાંથી નહેર કાઢી હતી. તળાવનાં નિર્માણ બાદ 450 વર્ષ પછી ભારે પુરનાં કારણે તળાવનો બંધ તુટ્યો હતો. અને ફરી બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં તેલગણામાં સદરમટ્ટ એનીકેટ અને પેડ્ડા ચેરુવુ જળાશયોને વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન સ્ટ્રકચરનો દરજ્જો પ્રાપ્ત થયો છે,જે ભારતની પ્રથમ સાઇટ બની છે તો જૂનાગઢનું સુદર્શન તળાવ તો ઇ.સ.પુ. 2જી સદીનું હોવાનાં પુરાવા પણ છે. સુદર્શન તળાવને પણ વર્લ્ડ હેરિટેજ ઇરીગેશન સ્ટ્રકચરનો દરજ્જો આપવાં માંગ છે.

અન્ય સમાચારો પણ છે...