જૂનાગઢ જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ:ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં થતા વાહનો અંગે જાહેરનામું

જુનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી તા.1/12/2022 ના રોજ યોજાનાર છે.ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચારના કામે વાહનોનો ઉપયોગ થનાર છે. આ વાહનોના ઉપયોગના કારણે જાહેર જનતાને કોઇ ભય, ત્રાસ કે નુકશાન ન પહોંચે, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દૂર ઉપયોગ અટકે, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું પાલન થાય તથા ચૂંટણી પ્રચારમાં વાહનમાં ઉપયોગ બાબતે આક્ષેપ-પ્રતિ આક્ષેપ દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચૂંટણી પ્રચાર માટે વાહનોના ઉપયોગ માટે નિયમો કરવા જરૂરી જણાતા જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો-ઉમેદવારો-ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોના થનાર ઉપયોગ માટે નીચે મુજબના નિયમો કરી તેના અમલ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત મોટર વાહન નિયમો-1989ના નિયમ-125(1)ની જોગવાઇ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિએ નીચેની શરતો ચૂંટણી દરમિયાન ટ્રાન્સપોર્ટ વાહનો પર જાહેરાત પ્રદર્શિત કરવા પરવાનગી આપેલ છે. આ વાહનમાં જાહેરાત એવી રીતે લગાડવાની રહેશે કે, ડ્રાઇવરને વાહન ચલાવતી વખતે આગળ-પાછળ તથા બન્ને બાજુએ વિઝનમાં અવરોધ ઉભો ન થાય, માઇક કે ઓડીયો/વિડીયો/લાઉડ સ્પીકરની મંજુરી સક્ષમ અધિકારીશ્રી પાસથેી મેળવવાની રહેશે. વગર મંજુરીએ તેનો ઉપયોગ કરી શકાશે નહીં, સ્પીડ લીમીટ માટે સરકારીશ્રીના જાહેરનામાનો અમલ ચૂસ્તપણે કરવાનો રહેશે, લોક તાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણી સમયે આવી મંજુરી ભારતના ચૂંટણી પંચે નિયત કરેલ તારીખ અને સમય સુધી અમલી રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિ, જૂનાગઢ દ્વારા નિયત થયા મુજબ ટુ વ્હીલર/થ્રી વ્હીલર ટ્રાન્સપોર્ટ વાહન ફી ની રકમ રૂા.500 તથા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂા.1000 ફી નું ધોરણ રાખવાનું રહેશે, ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઇવરને વાહન ચલાવવામાં અડચણ ન થાય તે રીતે ફીટીંગ કરવાનું રહેશે, આવી પરવાનગી માગનાર વાહન માલિકના વાહનના તમામ દસ્તાવેજો જેવા કે, ટેક્ષ, પરમીટ, ફીટનેશ વગેરે અમલી હોવા જોઇશે, મોટર વાહન અધિનિયમ તથા તેના હેઠળ ઘડેલ કેન્દ્રીય મોટર વાહન નિયમો તથા ગુજરાત મોટર વાહન નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે, જો ચૂંટણી સંબંધિત જાહેરાત પ્રદર્શિત કરવાની હશે, તો ચૂંટણી અંગેના કાયદા તથા ચૂંટણી પંચએ જાહેર કરેલ આદર્શ આચારસંહિતાનો કડકપણે અમલ કરવાનો રહેશે,

સુરૂચીનો ભંગ કરે તેવી કે અશ્લીલ જાહેરાત પ્રદર્શિત કરી શકાશે નહીં, વાહનના મુળ માળખામાં (Basic feature) ફેરફાર થાય એ રીતે કે, વાહનના મુળ માળખામાં (Basic feature) ફેરફાર કરીને આવી કોઇ જાહેરાત પ્રદર્શિત કરી શકાશે નહીં, મોટર વાહન અધિનિયમ-1988ના માર્ગ સલામતીના ધોરણો-જોગવાઇનો ભંગ થવો જોઇએ નહીં,

કોઇ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહન અંગે પ્રથમ મોટર વ્હીકલ એક્ટ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની પરવાનગી/એન.ઓ.સી. મેળવીને, તેની નકલ સાથે સંબંધિત ચૂંટણી અધિકારી/અધિકૃત અધિકારી પાસે રજૂ કરી ચૂંટણી પ્રચાર માટે વાહનની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે.ચૂંટણી પ્રચારમાં વાહનના ઉપયોગની પરવાનગી આપનાર ચૂંટણી અધિકારી/અધિકૃત અધિકારીશએ આ શરતો તથા ચૂંટણી પંચની સુચનાઓ મુજબ અન્ય શરતો સાથે ચૂંટણી પ્રચાર અંગેના વાહનની મંજુરી આપવાની રહેશે તથા પરવાનગી મેળવનાર રાજકીય પક્ષ/ઉમેદવાર/ટેકેદારોએ તે શરતોનું ચુસ્તેપણે પાલન કરવાનું રહેશે.

કોઇપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેમની સહમતીથી કોઇ વ્યક્તિ દ્વારા ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનોની, ચૂંટણી અધિકારી/અધિકૃત અધિકારી પાસે નોંધણી કરાવવાની રહેશે અને નોંધણી કરાયેલ વાહન સંબંધેની પરમીટ મેળવીને, ઓરીજીનલ પરમીટ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વીન્ડ સ્ક્રીન ઉપર ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવેલ છે. તેની સ્પષ્ટ વિગતો પણ દર્શાવવાની રહેશે. પરમીટ મેળવ્યા સિવાય અને વાહન નોંધણી કરાવ્યા સિવાય કોઇપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં,ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઇ પણ સંજોગોમાં રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ૧૦ થી વધુ વાહનો એકી સાથે લઇ જઇ શકશે નહીં તેવું ઠરાવેલ છે. આથી ચૂંટણી આયોગના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે, ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં એકી સાથે 10 વાહનો જ રહેશે અને વચ્ચે 100 મીટરનો ગેપ રાખવાનો રહેશે. રાજકીય પક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજિસ્ટરમાં નોંધવાની રહેશે.

આ નિયંત્રણો યાત્રિક શક્તિથી કે અન્ય કોઇ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આવા વાહનોમાં ટેક્સી, ખાનગીકાર, ટ્રક, ટ્રેલર સાથેનું કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટો રીક્ષા, ઇ-રીક્ષા, સ્કુટર, મીનીબસ, સ્ટેશન વેગન વિ.નો સમાવેશ થાય છે. પરંતુ આ નિયંત્રણો માત્ર આ જ વાહનો પુરતા મર્યાદિત રહેશે નહીં.આ હુકમનો ભંગ કર્યેથી ભારતીય દંડ સંહિતાની કલમ-188હેઠળ કસુરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂા.20/- દંડ અથવા બન્નેની સજા થઇ શકશે. આ ઉપરાંત મોટર વાહન અધિનિયમ-1988તથા ચૂંટણી આચારસંહિતા ભંગ બદલની શિક્ષાને પાત્ર ઠરશે.આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.તેવું જૂનાગઢ કલેકટર રચિત રાજે જાહેરનામુ અમલ મૂક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...