તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ત્રણ નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય

વેરાવળ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 22 તારીખ બાદ જિલ્લામાં દરરોજ સરેરાશ 10 કેસ

રાજય સાથે હવે ગીર સોમનાથ જીલ્‍લામાં પણ કોરોનાનો કહેર વઘી રહયાનો તંત્રએ સ્‍વીકાર કરી સર્તકતાના ભાગરૂપે આગામી સમયમાં કોરોના કહેર સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીઘી છે. જીલ્‍લામાં ફરી ખાનગી હોસ્‍પીટલોને કોવિડની મંજૂરી આપવાની સાથે કોરોનાના ટેસ્‍ટીંગમાં વઘારો કરવામાં આવેલ છે. જીલ્‍લામાં એક સ્‍થળે કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી દેવાની સાથે વઘુ બે સેન્‍ટરો શરૂ કરવા કામગીરી હાથ ઘરી છે. જયારે વેકસીનેશનની કામગીરીને પણ વેગવંતી બનાવવા તંત્રએ અઘિકારીઓને કામે લગાડયા છે.

ગીર સોમનાથમાં કોરોનાની બીજી લહેરમાં પોઝીટીવ કેસો દિન-પ્રતિદિન નોંઘપાત્ર રીતે વઘી રહયા છે. તો બીજી તરફ રેકર્ડ પર ન હોય અને જાહેર ન થતા હોય તેવા કોરોના કેસોનો આંકડો બહુ મોટો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. આગામી દિવસોમાં ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાનો કહેર જોવા મળશે તેવી લોકો સાથે તંત્ર શંકા સેવી રહયુ છે. જેથી કોરોનાના કહેરમાં જીલ્‍લાવાસીઓને બચાવવા માટે સર્તકતાના ભાગરૂપે જીલ્‍લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી આગોતરી તૈયારી કરી રહયુ છે.

22 માર્ચ બાદ દરરોજ સરેરાશ 10 કેસ

જે અંગે જીલ્‍લા કલેકટર અજયપ્રકાશ એક વાતચીતમાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનું ઘ્‍યાને આવેલ છે. ગત તા.22 માર્ચથી દરરોજ સરેરાશ 10 જેટલા કોરોના પોઝીટીવ કેસો આવી રહયા છે અને તેમાં દિન પ્રતિદિન વઘારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ કોરોનાના કેસો વધવાની સંભાવના છે.

હાલ વેરાવળમાં કાર્યરત જીલ્‍લા કક્ષાની 100 બેડ સુવિઘાવાળી કોવિડ (સિવિલ) હોસ્પીટલમાં 21 દર્દીઓ સારવાર હેઠળ ગંભીર સ્થિતિમાં ઓક્સીજન પર સારવાર લઇ રહયા છે. આ પરિસ્‍થ‍િતિ તથા કોરોનાના વઘી રહેલા કેસોને ઘ્‍યાને રાખી જીલ્‍લામાં ફરી ખાનગી હોસ્પીટલોને કોવિડ હોસ્‍પીટલ શરૂ કરવાની મંજૂરી આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં વેરાવળ સ્‍થ‍િત બિરલા હોસ્‍પીટલને કોવિડની મંજૂરી આપી દેવાયેલ છે જયારે અન્‍યને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.

વઘુમાં જીલ્‍લામાં કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવેલ છે. હાલ જીલ્‍લામાં દરરોજ 700 થી વઘુ આરટી-પીસીઆર અને 900 થી વઘુ રેપીડ ટેસ્‍ટ મળી કુલ 1600 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહેલ છે. કોરોનાના દર્દી વઘે તો જરૂરીયાત મુજબના બેડો અને સુવિઘા વઘારવા માટે જીલ્‍લામાં ત્રણ કોવિડ કેર સેન્‍ટરો શરૂ કરવાની કાર્યવાહી હાથ ઘરાયેલ છે. જેમાં જીલ્‍લાના કોડીનાર ખાતે 30 બેડની સુવિઘાવાળુ કોવિડ કેર સેન્‍ટર શરૂ કરી દેવામાં આવેલ છે જયારે ઉના અને વેરાવળમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ સાથે સાથે જીલ્‍લામાં વેકસીનેશનની કામગીરીને જોઇએ તેટલો લોકોનો પ્રતિસાદ ન મળતો હોવાના કારણે માત્ર 22 ટકા જ વેકસીનેશનની કામગીરી થઇ છે. જેમાં ગતિ લાવવા માટે મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસરોને જુદા-જુદા ગામોના સરપંચો, કોર્પોરેટરો, સામાજીક આગેવાનો અને સંસ્‍થાઓના પ્રતિનિઘિ સાથે બેઠક કરી વેકસીનેશનની કામગીરી વધુ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે. જીલ્‍લામાં દર બે થી ત્રણ ગ્રામ્‍ય વિસ્‍તારો વચ્‍ચે એક વેકસીનેશન સેન્‍ટર કાર્યરત કરી દેવામાં આવેલ છે.

અત્રે નોંઘનીય છે કે, જીલ્‍લામાં સરકારી ચોપડે દરરોજ સરેરાશ દસેક જેટલા કોરોનાના કેસો નોંઘાઇ રહયા છે. તો બીજી તરફ જે પ્રમાણે વ્‍યાપક રીતે કોરોનાનું ટેસ્‍ટીંગ થઇ રહયુ છે તે પૈકીના સેકડો કોરોનાના કેસો પોઝીટીવ આવતા હોવા છતા સરકારી ચોપડે દેખાતા નથી જે તપાસ માંગી લેતો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો