તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેનું આકરૂં વલણ:વિસાવદર પંથકના 28 રેલવે ફાટક બંધ કરવાનો નિર્ણય

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિર્ણય પાછો નહિ ખેંચાય તો શનિવારે જલદ આંદોલન: રીબડિયા
  • વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના રેલવેનું આકરૂં વલણ

વિસાવદર પંથકમાં રેલવે વિભાગે 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, પશુપાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને તેમના રસ્તા પરના હક્કો છિનવાઇ જશે. રેલવે વિભાગ જો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આ નિર્ણય કરી ફાટકો બંધ કરશે તો 4 સપ્ટેમ્બરે જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ઉચ્ચારી છે.

વિસાવદરથી પસાર થતી રેલવે લાઇનો પર વિસાવદરથી ભાડેર અને ધારી તરફ, વિસાવદરથી બીલખા અને જૂનાગઢ તરફ, વિસાવદરથી કાસીયા અને વેરાવળ તરફ જૂનાગઢ જિલ્લાની હદમાં કુલ 52 રેલવે ફાટકો બંધ કરવા રેલવે વિભાગે મંજૂરી માંગતા જિલ્લા કલેકટરે 28 ફાટકો બંધ કરવા મંજૂરી આપેલી છે. જ્યારે બાકીના 24 ફાટકો બંધ કરવાની મંજૂરીની કામગીરી ચાલુ છે. હવે આ ફાટકો બંધ કરવાનો નિર્ણય બંધ નહિ કરાય તો 4 સપ્ટેમ્બર શનિવારે જલદ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...