દુર્ઘટના:ચોરવાડના બરૂલામાં પાણીના કુંડામાં પડી જતા બાળકનું મોત

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણની સીમમાં ગાડું માથે પડતા બાળકનું મોત નિપજ્યું

ચોરવાડ નજીકના બરૂલા ગામે પાણીના કુંડા પાસે રમતીવેળાએ અકસ્માતે પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ભેંસાણ ગામની સીમમાં બળદગાડા પર રમતી વેળાએ માથાના ભાગે ગંભીર ઈજા થતા ચાર વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મુળ દાહોદ જિલ્લાના જાંબુછાપરા ગામના અને હાલ ચોરવાડના બરૂલા ગામે રહેતા વિજયભાઈ અબલાભાઈ બારીયાએ પોલીસમાં જણાવ્યા અનુસાર તેમનો પુત્ર આયુષ (ઉ.વ.દોઢ) ખેતરમાં પાણીના કુંડા પાસે રમતો હોય અને રમતા રમતા અકસ્માતે કુંડામાં પડી જતા ડુબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં ભેંસાણ ગામની સીમમાં રહેતા એક પરિવારના ચાર વર્ષનો પુત્ર ચંદ્રકલા દાનસિંગ લોહારે બળદગાડા પર રમતો હતો. એ દરમિયાન માથે પડતા ગંભીર ઈજા પહોંચી હતી. અને સારવાર દરમિયાન મોત નિપજ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...