તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડામાં પગપેસારો:વિસાવદરનાં સરસઇમાં મ્યુકર માઇકોસીસના 2 દર્દી, 1 નું મોત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડામાં મ્યુકરમાઇકોસીસનો પગ પેસારો?
  • તંત્ર દ્વારા તપાસણી હાથ ધરવામાં આવે તેવી માંગ

વિસાવદર તાલુકાના સરસઇ ગામમાં મ્યુકર માઇકોસીસ નામના રોગે પગપેસારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બિમારીએ એક મહિલાનો ભોગ લીધો છે જ્યારે અન્ય એક વ્યક્તિ રોગગ્રસ્ત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્લાસવા ગામના સામાજીક કાર્યકર વજુભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, કોરોના બાદ નવી બિમારી મ્યુકર માઇકોસીસ આવી છે. આ બિમારીએ ગામડામાં પણ પગપેસારો કર્યો છે.

દરમિયાન વિસાવદર તાલુકાના સરસઇ ગામમાં મ્યુકર માઇકોસીસ નામની બિમારીએ એક મહિલાનો ભોગ લીધો છે. જ્યારે ટીનાભાઇ આસોદરીયા નામના 50 વર્ષિય આધેડ પણ આ બિમારીથી સંક્રમિત બન્યા છે. જોકે, આ મામલે તેઓ ડરના માર્યા કંઇ કહેવા માંગતા નથી. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ કરી સત્વરે આરોગ્યલક્ષી કાર્યવાહી કરવી જોઇએ જેથી સંક્રમણ ફેલાતું અટકી શકે.

અન્ય સમાચારો પણ છે...