દુર્ઘટના:પાણીની ટાંકી સાફ કરતી વેળાએ પડી જતાં મોત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશનો પરિવાર ચોરવાડ ગામે રહેતો’ 'તો
  • યુવાનનાં મોતથી પરિવારજનોમાં શોકનું મોજું

મુળ ઉત્તરપ્રદેશનાં અને હાલ ચોરવાડ એક કંપનીમાં રહેતો યુવાન ઘરે પાણીની ટાંકી સાફ કરી રહ્યો હતો. એ દરમિયાન અકસ્માતે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી. અને મોત નિપજ્યું હતું. પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશનાં બલીયા જિલ્લાનાં સિંધોલી ગામનાં દિલીપ કુમાર સુરેન્દ્ર ઠાકોર હાલ માળિયા પંથકનાં ચોરવાડ ગામે રહેતો હોય દિલીપ પોતાના ઘરે પાણીની ટાંકી સાફ કરી રહ્યો હતો.

એ સમયે અચાનક જ ઓટા પરથી નીચે પડ્યો હતો. અને દિલીપને માથાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. અને તેમનું મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઈ ગયા હતા. ચોરવાડ પોલીસે આ અંગે વધુ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...