રજૂઆત:દિકરીનો ફોન આવ્યો,મમ્મી! મને અને ભાઇને લઇજા ને!

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની રજૂઆત બાદ પોલીસે પતિને સમજાવી બન્ને બાળકો માતાને સોંપ્યા

છૂટાછેડાની શરત મુજબ બન્ને સંતાનો પિતા પાસે હતા પરંતુ બન્ને બાળકોને પિતા પાસે રહેવું ન હતું. આ અંગે મહિલાની રજૂઆત બાદ પોલીસે પતિને સમજાવી બન્ને બાળકોનો કબ્જો માતાને સોંપ્યો હતો. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,મધુરમના ખુશ્બુબેન ધીરજલાલ બારીયાના લગ્ન ગોપાલવાડીના હિતેશ રતિલાલ સરધારા સાથે થયા હતા. દરમીયાન સાસરિયા તરફથી ત્રાસ થતા 6 દિવસ પહેલા રાજીખુશીથી છૂટાછેડા થયા હતા. જોકે, 12 વર્ષની દિકરી અને 8 વર્ષના પુત્રનો કબ્જો પિતા પાસે રાખવાની શરતે છૂટાછેડા કરાયા હતા.

દરમિયાન એક દિવસ દિકરીનો ફોન આવ્યો કે, મમ્મી! મને અને ભાઇને લઇજા ને? અમારે અહિં નથી રહેવું. જો અમને લઇ નહિ જાવ તો અમે ગમે ત્યાં જતા રહેશું! દરમિયાન બાળ કલ્યાણ કચેરીએ મહિલા ગયા હતા જે અંગે જાણ કરાતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મહિલાના પતિને બોલાવી સમજાવતા આખરે પતિ બન્ને બાળકોનો કબ્જો પત્નિને સોંપવા તૈયાર થયો હતો.આમ,પોલીસની દરમિયાનગિરીથી બન્ને બાળકોનો કબ્જો મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...