તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:વેરાવળમાં પિતાની છત્રછાયા ગુમાવનારી દિકરી મોટાભાઇથી કંટાળી ઘરેથી નિકળી ગઇ, 181ની ટીમે પુન: પરિવાર સાથે મિલન કરાવ્‍યુ

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરકામ ન આવડતુ હોવાથી મોટોભાઇ મારકુટ કરતો હોવાથી વ્‍યથિત થયેલી સગીરા ઘર છોડી નિકળી ગઇ
  • સગીરા એકલી ભટકી રહી હોવાથી જાગૃતિ નાગરીકે 181 જાણ કરી

વર્તમાન સમયમાં નાના બાળકો સાથે ભેદભાવ અને અત્‍યચારના બનાવો બનતા હોવાના અનેક કીસ્‍સાઓમાં આવેશમાં આવી ઘર મુકીને જતા રહે કે અઘટીત પગલા ભરતા હોવાના બનાવો દરરોજ જોવા મળે છે. ત્યારે વેરાવળ તાલુકાની એક સગીરા પણ પોતાની સાથે ભેદભાવ થતો હોવાથી ઘર છોડીને નિકળી ગઇ હતી. જેની જાણ 181 સેવાને થતા તુરંત કાર્યવાહી હાથ ધરી પરીવારજનોને સમજાવી સગીરાનું ફરી પરીવાર સાથે પુન:મિલન કરાવ્‍યાની સરાહનીય કામગીરી અભયમ સેવાના સ્‍ટાફએ કરી હતી.

વેરાવળ સિવિલ હોસ્પિટલ પાસે અંદાજે 15 વર્ષની દીકરી સવારની એકલી બેઠેલી હોવાથી એક જાગૃત નાગરીકએ 181 અભયમ સેવાને જાણ કરી સગીરાની મદદ કરવા માહિતી આપી હતી. જેથી 181 સેવાના કાઉન્સલર મનીષા ધોળીયા, કોન્‍સ.સોનીબેન તુરંત સ્થળ પર પહોંચીને સગીરાને મળી આશ્વાસન આપી કાઉન્સેલિંગ કર્યુ હતુ.

જેમાં સગીરાએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં માતા અને મોટો ભાઈ છે અને પિતા નથી. ઘરકામ બાબતે મોટો ભાઈ મારકુટ કરી ઢોર માર મારે છે. જે વાત મારા માતાને જણાવી ત્‍યારે તેમણે મને કહ્યું કે, મોટો ભાઈ છે એનું કહેવું ન કરે તો તે મારશે પણ ખરા. જેથી મે ઘરમાં ન રહેવાનું નક્કી કર્યું અને આવેશમાં આવી હું વ્‍હેલી સવારમાં કોઈને કહયા વગર ઘરેથી નીકળી ગઈ હતી. પણ મારે ક્યાં અને કોની પાસે જવું તે નકકી ન હોવાથી તેનો વિચાર કરતી અહીં બેસી રહી. હવે તમે લોકો આવ્યા છે તો મને મારે નહી એ બાબતે મારા મોટાભાઈ અને માતાને સમજાવોને? ત્યારબાદ 181નો સ્‍ટાફ સગીરા પાસેથી તેના ઘરનું સરનામું મેળવી તેના ઘરે ગયો હતો.

181ના સ્‍ટાફે સગીરના ઘરે જઇને તેની માતા અને મોટાભાઇને મળી સમગ્ર હકકીત જણાવી હતી. જેની સામે સગીરાને માતાએ કહ્યું કે, અમે સવારના દિકરીને શોધી રહ્યાં હતાં અને આસપાસમાં તથા કુટુંબીજનોને ત્‍યાં પણ તપાસ કરી હતી પરંતુ કોઇ પતો ન લાગતા ખરાબ વિચાર આવવા લાગ્યાં હતા. પુત્રીનો પતો ન લાગતાં અમારા ગળે કોળીયો પણ ઉતર્યો નથી.

181ના સ્‍ટાફે માતા અને પુત્ર બંન્નેને દિકરા-દિકરી બંન્નેને સમાન રાખવાના હોય અને દિકરી હજી નાની હોવાથી તેને ઘરકામ ન આવડતુ હોય તો શીખવાડવાનું હોય નહીં કે મારકૂટ કરવાની સમજણ આપી હતી. જેથી બંન્નેએ જણાવ્યું હતું કે, હવે પછી અમારી દિકરીથી જે કામ થશે તે જ કરાવશું. આમ, એક સગીર દિકરીનું રાતના સમયમાં હેમખેમ તેના પરિવાર સાથે પુન: મિલન કરાવ્‍યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...