તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ:ગિરનાર પર્વત પર કમંડલ કુંડમાં દત્ત યજ્ઞ કરાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કમંડળ કુંડની જગ્યામાં દત્ત જયંતિ નિમીતે દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કમંડળ કુંડની જગ્યામાં દત્ત જયંતિ નિમીતે દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
 • ગુજરાતનાં સૌથી ઉંચા પર્વત ગિરનાર પર ચાલે છે નિ:શુલ્ક અન્નક્ષેત્ર : કમંડળ કુંડની જગ્યામાં રોજ 1 હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે છે

માગસર સુદ પૂનમ એટલે કે દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ. ગરવા ગિરનાર સ્થિત કમંડળકુંડની જગ્યામાં ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્વાન પંડિતો દ્વારા પ્રાંચિન પરંપરા મુજબ આૈષધિયુક્ત દત્તયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. કમંડળકુંડની જગ્યામાં ભગવાન દત્તાત્રેયનો અખંડ ધૂણો આવેલો છે. દર સોમવારે ધૂણો ખુલે છે. જેમાં સ્વયં અગ્નિ પ્રજ્જવલિત થાય છે.

કમંડળ કુંડ સંસ્થામાં બારેમાસ દર્શનાર્થે આવતા યાત્રિકો તેમજ સાધુ સંતો માટે નિશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ હવનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જગ્યાના મહંત મહેશગીરીજી ગુરૂ અમૃતગિરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મૂર્તિ પ્રતિષ્ઠા, નૂતન ધૂણાની સ્થાપના
ભવનાથ તળેટીમાં આવેલા કમંડળ કુંડ સંસ્થાના ગિરનારી અન્નક્ષેત્રમાં દત્ત ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા તથા નૂતન ધૂણાની સ્થાપના તથા પૂજનવિધી કરવામાં આવી હતી. કાયમી માટે લોકોને ભોજન મળી રહે તે આશયથી અન્નક્ષેત્ર શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો