તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્ત જયંતિ:માં અંબાના મંદિરે દત્ત જયંતિની કરાઇ ઉજવણી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ગિરનાર પર્વતના 5,000 પગથિયા પર બીરાજમાન માં અંબાના મંદિરે માગસર સુદ પુર્ણિમાના પાવન દિવસે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારના 9 થી લઇને બપોરના 12:30 સુધી મહાપૂજા તેમજ દત્તયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ અંગે મહંત તનસુખગીરી મહારાજે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોપ- વે યોજના સાકાર કરતા લાખ્ખોની સંખ્યામાં ભાવિકો માં અંબાના દર્શન કરી ધન્ય બન્યા છે. ત્યારે યજ્ઞબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને માતાના આશિર્વાદરૂપે પ્રસાદ મોકલવામાં આવશે.

આ તકે ગણપતગિરી મહારાજ, મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, યોગીભાઇ પઢિયાર, રોપ- વે મેનેજર દિનેશ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં માંઇ ભક્તો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો