તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જુનાગઢના ગીરનાર પર્વત પર માં અંબાજી શકિતપીઠ ખાતે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી

જુનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોરઠના સાંસદ, મેયર સહિત મોટીસંખ્‍યામાં લોકોની હાજરીમાં દત યજ્ઞ અને અંબાજી માંની મહાપૂજા કરાઇ

આજે દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતી પ્રસંગે જુનાગઢમાં ગીરનારની ટોચ પર આઘશકિત માં અંબાજી શકિતપીઠ ખાતે પણ દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખ ગીરીબાપુ, નાના પીર બાબા ગણપત ગીરીબાપુની અધ્યક્ષતામાં દત યજ્ઞ અને અંબાજી માં ની મહાપૂજા કરી ઉજવણી કરાઇ હતી. દત્ત જયંતિ નિમિત્તે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતુ.

આ તકે મોટા પીરબાવા તનસુક ગીરી બાપુએ જણાવેલ કે, આજનો પ્રસાદ છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ મોકલવામાં આવશે. કારણ કે, વડાપ્રધાન દ્વારા એશીયાનો સૌથી મોટો રોપ વે બનાવી આપવામાં આવેલ છે. જેના થકી આજે મોટીસંખ્‍યામાં ભાવિકો દત્ત જયંતિ નિમિત્તે ગીરનારની ટોચ પર દર્શન કરી રહ્યા છે.

આ ઉજવણીમાં જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઈ ગોહેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મા અંબાના તથા દત્તાત્રેય ભગવાનના યજ્ઞ અને દર્શનનો લ્‍હાવો લીઘો હતો. આ તકે આગેવાનોએ દત જયંતિ નિમિત્તે આજે ગીરનારની ટોચ પર હવન રાખવામાં આવેલ જેમાં હાજર રહેવું તે અનોખો લ્હાવો હોવાનું જણાવેલ હતુ. દત્ત જયંતિની ઉજવણીને લઇ ગીરનાર પર ભાવિકો કોવીડની ગાઇડલાઇન્‍સનું પાલન કરતા દર્શને આવી રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો