વિવાદ:ડારી ટોલનાકે મેવાણી, ટોલકર્મીઓ વચ્ચે માથાકૂટ

કાજલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાડી પસાર કરવામાં સમય લાગ્યો હોવાનું બહાર આવ્યું, પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો

વડગામના ધારાસભ્ય વેરાવળ નજીકના ડારી ટોલનાકા પરથી પસાર થઈ રહ્યાં હતાં એ સમયે ગાડી પસાર કરવાના સમયને લઈ બોલાચાલી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોંકે પોલીસે મામલો શાંત પાડ્યો હતો. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કાર લઈ વેરાવળ નજીકના ડારી ટોલનાકા પર પહોંચ્યા ત્યારે તેમની કારને ટોલગેટ પસાર કરવામાં થોડો સમય લાગ્યો હતો.

આવી કોઈ વાતને લઈ ધારાસભ્ય અને ટોલ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેથી બનાવના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. જો કે પોલીસને જાણ કરવામાં આવતા પ્રભાસ પાટણ પીએસઆઇ એન.એમ આહિર, પીએસઆઇ મારૂ, હેમંતભાઈ, કુલદીપસિંહ, સુનિલભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.અને આ અંગે વિગતો મેળવી બંન્ને પક્ષ સાથે વાતચીત કરી હતી.અને મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે, કે ડારી ટોલ નાકા પર અગાઉ પણ અન્ય વાહન ચાલકો સાથે ઘર્ષણ થયાના અનેક બનાવો બની ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...