લોકોમાં ભારે રોષ:ગડુ નેશનલ હાઈ - વેનાં સર્વિસ રોડ પર ગટરનાં ઢાંકણા જોખમી

ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન અને પશુઓ ફસાતા હોય લોકોમાં ભારે રોષ

ગડુ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પરનાં સર્વિસ રોડ પર ગટરો બનાવાઈ છે. અને ઢાંકણા ફીટ કરાયા છે. જેમાં છાશવારે વાહન અને પશુઓ ફસાતા હોય તેમને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.ગટરનાં ખુલ્લા ઢાંકણાના લીધે વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરનાં ઢાંકણાના પ્રશ્નને લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. બે દિવસ પહેલાં એક ગાય આ ગટરમાં ફસાઈ હતી. જો કે, સેવાભાવીઓએ બહાર કાઢી જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...