સફળ સારવાર:અંતરિયાળ વિસ્તારમાં જઇ પરપ્રાંતિય મહિલાની જોખમી પ્રસુતિ કરાવાઇ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વંથલીના ધંધુસર ગામે ખેત મજૂરી કરતા હતા
  • પ્રાથમિક સારવાર બાદ નવજાત અને માતાને સિવીલ ખસેડ્યા

જૂનાગઢ 108ની ટીમે જોખમી ડિલેવરીને સફળતા પૂર્વક કરાવી માતા અને નવજાતને વધુ સારવાર માટે સિવીલમાં ખસેડ્યા છે. આ અંગે 108ના જૂનાગઢ જિલ્લાના અધિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના ધંધુસર ગામે પરપ્રાંતિય મહિલાનો પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો.

દરમિયાન અંજુબેન રાઠવાને પ્રસુતિની પિડા ઉપડતા 108ને જાણ કરાઇ હતી. બાદમાં 108ના ઇએમટી સબીર જેઠવા, પાઇલોટ રાહુલ વાઘેલાએ અંતરિયાળ વાડી વિસ્તારમાં જોખમી ડિલેવરી સફળતા પૂર્વક કરાવી હતી. બાદમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવીલમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...