ભય:ગીર -સોમનાથમાં મગફળીનાં પાકમાં ઇયળનાં ઉપદ્રવનો ભય

કાજલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇયળો મગફળીનાં કુમળા પાન અને નાની ડુંખો ખાઇ જાય

ગીર-સોમનાથ જિલ્લામાં મગફળીનાં પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ વધ્યો છે. જિલ્લામાં 9041 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં ઇયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીવાળી હોય છે. ઇયળો કુમળા પાન અને નાની ડુંખો ખાય છે. ઈયળના નિયંત્રણ માટે પાકની વચ્ચે છૂટાછવાયા ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફુદી પીળા ફૂલ તરફ આકર્ષાઈને ત્યાં ઈંડા મૂકે છે.

નરફુંદાને આકર્ષવા10ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર ગોઠવવા, લીમડાનું તેલ 40મીલી અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો 500 ગ્રામ (૫ટકા અર્ક) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉભા પાકમાં લીલી ઇયળનું એનપીવી 250 એલઇ પ્રતિ હેક્ટર જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી છટકાવ કરવો જોઇએ. બેસીલરા થુરીજીએન્સીસ નામનો જીવાણુંયુક્ત પાવડર15ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઇએ.તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.