તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેકટર આકરા પાણીએ:મિટીંગમાં મોડા આવનાર દંડાશે, મહેસુલ અને જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓની બેઠક મળી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરહાજર ડીઆરડીએનાં નિયામક અને પંચાયત સિંચાઇ કાર્યપાલક ઇજનેરને નોટીસ આપવા તકીદ

જૂનાગઢ જિલ્લાનાં નવનિયુક્ત કલેકટર રચીત રાજે ચાર્જ સંભાળ્યાં બાદ મહેસુલ અને જિલ્લા પંચાયતનાં શાખા અધિકારીઓની બેઠક યોજી હતી. કલેકટરે કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રિજી લહેરથી બચાવવો છે તથા કોરોના મૂકત બનાવવો છે, જેના માટે સમગ્ર જિલ્લામાં વેક્સિનને પ્રાથમિકતા અપાશે. 18 થી વધુ વયના તમામ લોકોને 100 ટકા કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક છે.

વધુમાં કહ્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓ ટીમ સ્પિરીટ સાથે ટીમ વર્કથી કાર્ય કરશે,નો-પેન્ડીગ વર્ક સાથે જ કામ કરશે. પરીણામલક્ષી કામગીરી સાથે તેમણે લોકોને ઉપયોગી થવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કામગીરીમાં ઢીલાશ કે બેદરકારી ચલાવાશે નહીં.

આ ઉપરાંત પ્રથમ બેઠકમાં જ ગેરહાજર રહેનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને નોટીસ આપવા સૂચના આપી હતી. મીટીંગમાં મોડા આવનાર કે ગેરહાજર રહેનાર દંડાશે. તેમણે પ્રથમ મીટીંગમાં જ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

યુપીએસસીની લેખિત પરિક્ષામાં સૌથી વધુ માર્કસ સ્કોર કર્યો હતો, ઇન્ટરવ્યું વગર પસંદગી
જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર રચિત રાજે વેલોરમાં બાયો-ટેકનોલોજીમાં બી.ટેક કર્યુ છે. તેઓ ટેકનોસેવી છે.દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા તેમણે વર્ષ 2014 માં પ્રથમ પ્રયત્ને અને ઓલ ઇન્ડિયામાં ત્રીજા રેન્ક સાથે પાસ કરી હતી. તેમજ તેમણે યુપીએસસીની લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્કસ સ્કોર કર્યા હતા. અને તેઓ એકમાત્ર ઉમેદવાર હતા, જેઓ ઇન્ટરવ્યુ વગર પસંદગી પામ્યા હતા.આ ઉપરાંત વર્ષ 2014 માં એમઆઇટી સ્કુલ ઓફ પુણે દ્વારા, વર્ષ 2015માં વીઆઇટી યુનિવર્સિટી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...