તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક વિધી બંધ:જૂનાગઢના દામોદર કુંડે સરવણી, તર્પણ કાર્ય કોરોનાના કારણે બંધ રાખવામાં આવ્યું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડમાં ચૈત્ર માસમાં ધાર્મિક વિધી કરાવવા લોકો આવતા હોય છે
  • દામોદર તિર્થ ગોર સમિતીએ લોકોને ન આવવા અપીલ કરી

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને સરવણી સહિતની ધાર્મિક વિધી બંધ કરવામાં આવી છે. કોરોનાના કારણે આ નિર્ણય લેવાયો છે. જેમાં શ્રદ્ધાળુઓને આવી વિધી માટે દામોદર કુંડે ન આવવા તિર્થગોર સમિતીએ અપીલ કરી છે. શહેરના દામોદર કુંડ બારોમાસ પિતૃતર્પણ, સરવણી સહિતની ધાર્મિક વિધી ચાલતી હોય છે.

વિધી માટે ન આવવા દામોદર તિર્થગોર સમિતીએ અપીલ કરી

તેમાં પણ ચૈત્ર માસમાં તો દેશભરમાંથી લોકો પવિત્ર દામોદર કુંડના કાંઠે ધાર્મિક વિધી માટે આવતા હોય છે. જોકે, હાલ કોરોના મહામારીનું સંક્રમણ ચાલી રહ્યું છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારની ગાઇડ લાઇન મુજબ દામોદર કુંડ ખાતે સરવણી, પિતૃતર્પણ સહિતની તમામ ધાર્મિક વિધી બંધ કરવામાં આવી છે.

ત્યારે શ્રદ્ધાળુઓને પણ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી તર્પણ, સરવણી સહિતની વિધી માટે ન આવવા દામોદર તિર્થગોર સમિતીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો