ગુજરાતના 1400 કિમીના દરિયા કિનારાના જિલ્લામાં સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. આ અંગે સાયકલયાત્રાનું આયોજન કરનાર ભાવનગરના મિલનભાઇ રાવળે જણાવ્યું હતું કે, 14 મે2022ના કોટેશ્વર કચ્છથી રાત્રિના 8:30 વાગ્યાથી સાયકલ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા ગુુજરાતના દરિયા કાંઠાના 14 જિલ્લાના 40 જેટલા તાલુકામાંથી પસાર થશે.
સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવી, દરિયા કિનારાના પર્યટન સ્થળ પરથી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે લોક જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરવા અને દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે ભંડોળ એકત્રિત કરવું.
આ સાયકલ યાત્રા 21 મેના પોરબંદર, મોચા, ગોરસર, માધુપુર, માંગરોળ, ચોરવાડથી પસાર થશે. જ્યારે 22 મેના ચોરવાડ, સોમનાથ, પ્રાંચી, ગિર ગઢડા, ઉનાથી પસાર થશે. સાયકલ યાત્રામાં જોડાવા માટે કે આર્થિક સહયોગ દેવા માટે મિલનભાઇ રાવળ (9016982199), શેલેન્દ્રસિંહ ગોહિલ (9016166584) નંબર પર સંપર્ક કરવાનો રહેશે. દાનમાં મળેલ ભંડોળ કુપોષિત બાળકોના લાભાર્થે વપરાશે તેમ મિલનભાઇ રાવળે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.