પીજીવીસીએલની મનમાની:સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયમાં 15 વર્ષ જૂના વૃક્ષને કાપી નાંખ્યાં

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાલ્મલી વૃક્ષ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી હતું

માત્ર નડરતરૂપ ડાળીઓ કાપવાના બદલે પીજીવીસીએલ દ્વારા આખું વૃક્ષ કાપી નાંખવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે મળતી વિગત મુજબ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે રેવતક વનૌષધિક વાટીકા આવેલી છે. અહિં 15 વર્ષ જૂનું અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવું શાલ્મલી વૃક્ષ છે.

દરમિયાન પીજીવીસીએલના કર્મીઓએ આવી માત્ર નડતરરૂપ ડાળી દૂર કરવાના બદલે સમુળગું વૃક્ષ જકાપી નાંખ્યું હતું. જો માત્ર ડાળીઓ જ કાપવામાં આવી હોત તો અનેક ઔષધિય ગુણ ધરાવતા મુલ્યવાન વૃક્ષ બચાવી શકાયું હોત. દરમિયાન આ મામલે રજૂઆત કરતા વૃક્ષ કાપવા આવેલા કર્મચારીએ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના અધિકારી સાથે ગેરવર્તુણુક કરી હતી. ત્યારે આ મામલે જવાબદાર સામે પગલાં લેવાવા જોઇએ જેથી ભવિષ્યમાં અન્ય કર્મી આવી ગંભીર ભૂલ ન કરે.