તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:તાઉ-તે અસરગ્રસ્તોના ખાતામાં જમા થયેલી સહાયની રકમ ઉપાડવા બેંકો પર લાભાર્થીઓની ભીડ એકઠી થતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

વેરાવળ3 મહિનો પહેલા
ડોળાસા ગામમાં એસબીઆઈ બેંકની બહાર સહાય રકમ ઉપાડવા લોકોની ભેગી થયેલ ભીડ
  • તંત્ર દ્વારા અસરગ્રસ્તોના ખાતામાં 150 કરોડ કરતા વધુની સહાય જમા કરવામા આવી

તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જીલ્‍લાના ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકમાં હજારો અસરગ્રસ્ત લોકોને સરકાર દ્રારા 150 કરોડથી વઘુની રકમ સહાય મારફત ચુકવવામાં આવી છે. આ પૈકીની મોટાભાગની રકમ અસરગ્રસ્‍ત લોકોના બેંક ખાતામાં તંત્રએ જમા કરાવી છે. જેના કારણે સહાયની રકમ ઉપાડવા પ્રભાવિત ત્રણેય તાલુકાની બેંકોની બહાર અસરગ્રસ્‍ત લોકોની વ્‍હેલીસવારથી લાંબી લાઇનો જોવા મળે છે. જે લાઇનોમાં કોવિડના નિયમોને નજર અંદાજ કરી ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

ગીર સોમનાથ જીલ્‍લામાં વાવાઝોડાથી પ્રભાવિત બનેલા ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના વિસ્‍તારોમાં લોકોને ખેતી અને મકાનમાં થયેલ નુકસાનીનો સર્વે પુર્ણ કરાયા બાદ તંત્રએ 150 કરોડથી વઘુની રકમ લાભાર્થી લોકોના બેંક ખાતામાં સીઘી જમા કરાવી સહાય ચુકવી છે. જેને લઇ થોડા દિવસોથી ત્રણેય તાલુકાના ગામોમાં બેંકોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કારણ કે, વાવાઝોડામાં નુકસાનીની ખાતામાં આવેલ રકમ ઉપાડવા દરરોજ મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍ત લોકો બેંકોએ પહોંચી રહયા છે.

કોડીનાર-ગીરગઢડા પંથકના સૌથી મોટા ડોળાસા ગામમાં કાર્યરત એસબીઆઈ બેંકની બહાર ઘણા દિવસોથી લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. આ લાઇનોમાં કોવિડથી બચવા માટે જાહેર સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમને સરેઆમ નજર અંદાજ કરાતા હોવાના ર્દશ્‍યો જોવા મળે છે. આવો જ નજારો ગીરગઢડા અને ઉના પંથકની બેંકોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું એકમાત્ર કારણ સહાયની રકમ ઉપાડવા સતત લોકો આવી રહયા છે.

જીલ્‍લામાં થયેલ નુકસાની સામે તંત્રએે ચુકવેલ સહાયની રકમ પર નજર કરીએ તો,વાવાઝોડોમાં ગીર સોમનાથ જીલ્‍લાના અંદાજે 48,550 ખેડૂતોને રૂ.170 કરોડની રકમ ચૂકવાશે. જેમાં વેરાવળ તાલુકાના 1074 ખેડૂતોને કુલ 3 કરોડ, તાલાલાના 10,372 ખેડૂતોને કુલ રૂ.36.5 કરોડ, સુત્રાપાડાના 1,700 ખેડૂતોને રૂ.17.5 કરોડ, કોડીનારના 10,000 ખેડૂતોને રૂ.18 કરોડ, ઉનાના 14,000 ખેડૂતોને રૂ.58 કરોડ, ગીરગઢડાના 11,400 ખેડૂતોને કુલ રૂ.37 કરોડ રકમ ચુકવાશે. જેમાં હાલ રાજય સરકારે રૂ.58 કરોડ અને કેન્દ્ર સરકારે રૂ.45 કરોડ ફાળવયા હોવાથી કુલ રૂ.103 કરોડ આવ્યા છે બાકી રહેલા રૂ.67 કરોડ બીજા તબબકામાં મળશે.

આ ઉપરાંત જીલ્‍લામાં રૂ.187 કરોડની સહાય રકમ ચૂકવાય છે. જેમાં ઢોરના શેડની નુકસાની પેટે 1589 અસરગ્રસ્‍તોને રૂ.85 લાખ, ઘરવખરી સહાયના 32,138 કુટુંબોને રૂ.23 કરોડ, 5601 પશુઓના મૃત્‍યુ પેટે રૂ.2.7 કરોડ, સંપૂર્ણ નુકશાન થયેલ 738 મકાનોના વારસદારોને રૂ.6 કરોડ, ઓછા નુકશાન પામેલ 1105 મકાન માલીકોને રૂ.1.32 કરોડ, 14 લોકોના મૃત્યુ થયેલ હોવાથી તેમના પરીવારોને રૂ.56 લાખ, ઇજાગ્રસ્ત 37 લોકોને રૂ.9 લાખ સહિતની નુકસાની પેટે લાખોની રકમ ચુકવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...