તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટિંગમાં મુશ્કેલી:વેરાવળમાં કોવિડ ટેસ્ટના 3 સેન્ટર પર ટેસ્ટિંગ માટેની કીટ ખુટી જતા અન્ય સેન્ટર પર લોકોની ભીડ જામી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાં ટેસ્‍ટીંગ માટે સિવીલના સેન્‍ટર બહાર લાગેલ લોકોની લાઇન - Divya Bhaskar
વેરાવળમાં ટેસ્‍ટીંગ માટે સિવીલના સેન્‍ટર બહાર લાગેલ લોકોની લાઇન
 • વેરાવળમાં કુલ 7 સેન્ટર પર કરવામા આવે છે કોરોનાના ટેસ્ટ

કોરોનાના કહેર વચ્‍ચે વેરાવળ શહેરમાં કોરોના ટેસ્‍ટીંગ કીટો ખુટી જતા અનેક ટેસ્‍ટીંગ સેન્‍ટરો બહાર લોકોની લાંબી કતારો જોવા મળતી હતી. કીટો ખુટી જવા પાછળ મર્યાદિત જથ્‍થામાં કીટો ફાળવાતી હોવાથી અછત વર્તાય રહી હોવાનું જાણવા મળેલ છે. આજે જીલ્‍લા મથકમાં કોરોના ટેસ્‍ટીંગની કામગીરી ખોરંભે ચડી જતા લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડેલ હતો. જો કે, ટેસ્‍ટીંગ કીટનો જથ્‍થો અોછો ફાળવેલ હોવાથી પુરતુ ટેસ્‍ટીંગ થઇ શકયુ ન હોવાનું સ્‍વીકારી તાલુકાનું તંત્ર બચાવની મુદ્રામાં આવેલ હતુ.

જીલ્‍લા મથક વેરાવળમાં છેલ્‍લા અઠવાડીયાથી કોરોનાએ માથુ ઉંચકયુ છે એવા સમયે દરરોજ કોરોનાનું ટેસ્‍ટીંગ કરાવવા બાબતે લોકોનો ઘસારો વઘી રહયો હોય જેની સામે સ્‍થાનીક આરોગ્‍ય તંત્ર વામણું પુરવાર થઇ ગયુ હોય તેવો નજારો આજે શહેરના કોરોના ટેસ્‍ટીંગ સેન્‍ટરોની બહાર જોવા મળેલ હતો. આ અંગે ટીએચઅો ચૌઘરીએ જણાવેલ કે, શહેરમાં સિવીલ સહિત સાત સ્‍થળોએ કોરોના ટેસ્‍ટીંગના સેન્‍ટરો કાર્યરત છે આજે 498 લોકોનું કોરોના ટેસ્‍ટીંગ કરાયુ છે. પરંતુ આજે ટેસ્‍ટીંગ કરાવવા વઘુ સંખ્‍યામાં લોકો સેન્‍ટરો પર આવેલ હોય જેની સામે ટેસ્‍ટીંગ કીટનો જથ્‍થો ખુટી જતા અમુક સેન્‍ટરો પર ટેસ્‍ટીંગની કામગીરી અટકી ગઇ હતી. જેથી આ અંગે જીલ્‍લાકક્ષાએ વઘુ કીટ આવતીકાલથી મળે તેવી માંગણી કરવામાં આવી છે. ટેસ્‍ટીંગ કીટો ઉપરથી આવતી હોવાથી ત્‍યાંથી જેટલો જથ્‍થો આવે તે મુજબ ટેસ્‍ટીંગ સેન્‍ટરો પર ફાળવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો