તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્‍પેન્‍ડ:મંગળવારે કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પર ટોળાએ હુમલો કર્યો, જૂનાગઢના મહિલા પીએસઆઇને સસ્‍પેન્‍ડ કરાતા પોલીસબેડામાં ચકચાર

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ કાર્યકરો પર હુમલો કરનાર આરોપીઓને માર મારવા મામલે કાર્યવાહી થયાની ચર્ચા

જૂનાગઢમાં ગઇકાલે ચુંટણી પ્રચારમાં નિકળેલા કોંગ્રેસના એક જૂથ પર એક ટોળાએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. જે બનાવના આરોપીને માર મારવા બદલ મહિલા પીએસઆઇને જિલ્‍લા પોલીસવડાએ સસ્‍પેન્‍ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.

જૂનાગઢમાં ગઇકાલે બપોરે પ્રદિપના ખાડિયા વિસ્‍તારમાં ચુંટણી પ્રચાર માટે નિકળેલા કોંગ્રેસના ઉમેદવારના પુત્ર સહિતના કાર્યકરો, મહિલાઓ ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા હતા. ત્‍યારે કમલેશ ઉર્ફે મચ્‍છર સહિતના શખ્‍સો - મહિલાઓના ટોળાએ સોડા બોટલના અને પથ્‍થરોના છુટા ઘા કરીને હુમલો કરતા પોલીસે વચ્‍ચે પડીને મોટી માથાકૂટ થતાં અટકાવી હતી. તેમ છતાં હુમલામાં પાંચેક મહિલાઓને ઇજાઓ થઈ હતી. આ અંગે ગુનો નોંઘવામાં આવ્યો હતો. ત્‍યારબાદ હુમલો કરનાર આરોપીઓને ફરજ પરના સુખનાથ ચોકીના મહિલા પીએસઆઇ વી.કે.ઉંજીયાએ પકડીને પોલીસ ચોકીમાં બેફામ માર માર્યો હતો.

મોડીરાત્રે ડીવાયએસપી કચેરી ખાતે ભાજપના આગેવાનો દોડી ગયા હતા અને આરોપીને માર મારવા અંગે કડક પગલાની માંગ સાથે ભાજપના નેતાઓ ઘરણા પર બેસી ગયા હતા. જે અંગેની ફરીયાદ જિલ્‍લા પોલીસવડા પહોંચતા હાલ પીએસઆઇ ઉંજીયાને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો