દત્ત જયંતિની ઉજવણી:દત્ત જયંતીએ ગીરનાર પર ભીડ, ભવનાથમાં રવાડી નીકળી, ભવનાથ અને ગીરનારની ભૂમિ બની "દત્ત મય'

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાં દત્ત ભગવાનની ચાંદીની રવાડી જૂના અખાડાથી ભવનાથ મંદિર સુધી નિકળી હતી - Divya Bhaskar
ભવનાથમાં દત્ત ભગવાનની ચાંદીની રવાડી જૂના અખાડાથી ભવનાથ મંદિર સુધી નિકળી હતી
  • ભવનાથના જૂના અખાડામાં દત્ત યાગ યજ્ઞ, પાદુકા પૂજન

ગીરનાર એટલે દત્ત ભગવાનની ભૂમી. આજે દત્તાત્રેય જયંતીએ ગીરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેયના શિખર પર ભાવિકોની દર્શનની ભીડ જોવા મળી હતી. તો સાથે ભવનાથમાં સાધુ સંતોએ શ્રી શંભુ પંચદશનામ જૂના અખાડા ખાતે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અખાડા ખાતે દત્ત યાગ યજ્ઞ અને પાદુકા પૂજન કરાયું હતું.

ગિરનાર પર્વત ઉપર ગુરૂદત્તાત્રેયનાં શિખર સુધીની સિડી ઉપર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી
ગિરનાર પર્વત ઉપર ગુરૂદત્તાત્રેયનાં શિખર સુધીની સિડી ઉપર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી

સવારે 9 વાગ્યો જૂના અખાડાથી ભવનાથ મૃગી કુંડ સીુધી દત્ત ભગવાનની રવાડી નિકળી હતી. અને મૃગી કુંડમાં સ્નાન કરાવાયું હતું. આ તકે અખીલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરીગીરીજી, પીઠાધીશ્વર જયશ્રીકાનંદગીરીજી, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજની આગેવાનીમાં સંતો જોડાયા હતા. આ તકે અખાડાના સેક્રેટરી, થાનાપતિ સહિતના સંતો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...