તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આજે પાક. વડાપ્રધાન ઇમરાન ખાનના પૂતળાનું કરાશે દહન

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ, માણાવદરને પાકિસ્તાનમાં દર્શાવતા રોષ
  • આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમનું કરાયું આયોજન

જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનના નકશામાં દર્શાવવાની ગુસ્તાખીથી જૂનાગઢ જિલ્લાના લોકોનો રોષ ચરમસિમા પર પહોંચ્યો છે. ત્યારે આવી હિમાકત કરનાર પાકના નાપાક વડાપ્રધાન ઇમરાન ખાનની શાન ઠેકાણે લાવવા જૂનાગઢમાં ઇમરાન ખાનના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં 6 ઓગસ્ટના સવારે 11 કલાકે કાળવા ચોક પાસે આવેલી સરદારની પ્રતિમા ખાતે ઇમરાન ખાનના પુતળાને બાળી ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવશે. આ તકે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશભાઇ કાતરીયા અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહેશે. દરમિયાન પાકના વડાપ્રધાનના આ પ્રયાસ સામે શહેરીજનોએ પણ ઉગ્ર પ્રતિભાવ વ્યકત કર્યા હતા.

પાકિસ્તાનની આ હરકતથી જૂનાગઢનાં લોકોમાં રોષ ફેલાયો
- પાકિસ્તાનના કઠપુતળી સમાન વડાપ્રધાન એવા વ્હેમમાં ન રહે કે આવા મનઘડત દાવા કરવાથી જૂનાગઢ અને માણાવદર તેમની થાળીમાં પિરસાઇ જશે. આ કાંઇ રૂમાલ અને ટોપી છે કે લઇને ચાલતી પકડે?! પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી તરીકે લોકોનો અવાજ બની છાતી ઠોકીને કહું છું કે, દુશ્મનો ભલે ગમે તેવી ચાહત રાખે તેમની મેલી મુરાદ કયારેય બર નહી આવવા દઇએ. - ભીખાભાઇ જોષી, ધારાસભ્ય
- જૂનાગઢ, માણાવદર લેવાની વાત તો દૂર રહી પાકિસ્તાન તેના કરાંચી અને બલુચિસ્તાનને સાચવી લે તોપણ ઘણું છે. પોતાનું ઘર સંચાવતું નથી ને બહારની ચિંતા કરે છે! જૂનાગઢ, માણાવદરની લેવાની ચિંતા છોડી પાકિસ્તાન પોતાના લાહોર, બલુચિસ્તાની ચિંતા કરે નહિતર એ પણ ભારતમાં ભળી જશે અને ખબર પણ નહી પડે. - અરવિંદભાઇ લાડાણી, શહેરીજન.
- સ્વયંભૂ લોક મતદાનથી ભારત સાથે જોડાયેલા જૂનાગઢ, માણાવદરને ભારતથી કોઇ અલગ નહી કરી શકે. આ પાકિસ્તાન કે હસીન સ્વપ્ન છે, જે કયારેય સાચા નહિ પડે. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટ્યા બાદ ઘાંઘી બનેલી પાકિસ્તાની સરકારે પોતાની જનતા સામે ટંગડી ઉંચી રાખવા આવા ગતકડા કરવા પડે છે. હવે એવો જડબાતોડ જવાબ આપવો પડશે જેથી બીજી વખત આવી હરતક ન કરે. - રાજુભાઇ જીવાાણી
- પાકિસ્તાન પોતાની મર્યાદામાં રહે તો સારૂ છે. આતો ગિરનારની સિદ્ધ ભૂમિ છે. આ પવિત્ર અને દેવી દેવતાઇ શક્તિ ધરાવતી ભૂમિ સામે આંખ ઉઠાવનારની આંખો ફોડી નાંખવાની તમામ તાકાત જૂનાગઢવાસીઓ ધરાવે છે તે પાકિસ્તાને યાદ રાખવું જોઇએ. - અમૃત્ત દેસાઇ
- ભૂતકાળમાં ભારતના હાથે કારમી હાર ખાધી છે તે પાકિસ્તાન ભૂલી ગયું લાગે છે. હવે કોઇપણ ખોટી હરકત કરશે તો પાકિસ્તાનનો નકશો જ ભૂંસાઇ જતા વાર નહી લાગે. ભારત હવે આ આસાન કામ માટે સક્ષમ છે. -અતુલ શેખડા, ખેડૂત આગેવાન.
- જ્યારે પાકના કોઇ મંત્રી કે અફસર કરાંચીમાં સિવીલ લાઇન્સ પરથી પસાર થતા હશે ત્યારે ટાઇમ પાસ માટે જૂનાગઢ હમારા હે યાદ આવી જતું હશે. પરંતુ પહેલા કરાંચીમાં રહેતા જૂનાગઢના નવાબના વંશજોને મળી ઇતિહાસ જાણો તો ખબર પડશે કે કાઠિયાવાડીને છંછેડવાનું પરિણામ સારૂ નહી આવે. - સંજય કોરડીયા

અન્ય સમાચારો પણ છે...