તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીયાદો ઘટી:લોકડાઉનમાં ચોરી, લૂંટ, હત્યા અને અકસ્માત સહિતના ગુનાઓ ઘટ્યા

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં ગુનાખોરીમાં ઘટાડો, માર્ચ માસ કરતા એપ્રિલ માસમાં પોલીસ ચોપડે ફરીયાદો ઘટી

જૂનાગઢ જિલ્લામાં ગુનાખોરી વધારે જોવા મળતી હોય છે પરંતુ લોકડાઉનને કારણે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકડાઉનમાં ચોરી, હત્યા, લૂંટ અને અકસ્માત સહિતના ગુનામાં ઘટાડો થયો છે. જેને લઇને જિલ્લાભરમાં શાંતિભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ લોકડાઉનમાં બહાર રખડતા, હોમ ક્વોરોન્ટાઈનનો ભંગ કરતા અને મંજૂરી લીધા વગર ઘૂસી જતા લોકો સામે અનેક ફરિયાદો નોંધાઈ છે તો તેની સામે મારામારી લૂંટ, હત્યા, ચોરી અને અકસ્માતના બનાવોમાં ઘટ્યા છે. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લામાં લૂંટ, હત્યા, મારામારી, ચોરી અને હત્યાનો પ્રયાસ જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાઈ છે. દર મહિને આવા ગુનાઓમાં વધારો જોવા મળતો હોય છે પરંતુ કોરોનાવાયરસને લઈને દેશભરમાં લોકડાઉન ચાલતું હોય તેને લઈને લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી રહી છે તેમ જ લોકો ઘરની બહાર ન નીકળે તે માટે રાત-દિવસ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આ લોકડાઉનમાં ગુનાખોરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં માર્ચ મહિના કરતા એપ્રિલ માસમાં લૂંટ, ચોરી, હત્યા અને અકસ્માતમાં બનાવો પોલીસ ચોપડે ઓછા નોંધાયા છે. ત્યારે આ લોકડાઉનના સમયમાં પોલીસ ચોપડે ગુનાખોરી ઘડતા પોલીસની કામગીરી પણ હળવી બની છે તો જાહેરનામા ભંગની ફરિયાદમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો