તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીટ્રેપ પ્રકરણ:ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા સિરીયલો જોઇ પ્લાન બનાવ્યો હતો, ફરાર થયેલ મહિલા ઝડપાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રેલ્વેના ગેઇટ કિપર સાથે થયેલ હનીટ્રેપના કિસ્સામાં ફરાર મહિલાને પણ પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ધોરાજી રેલ્વે ફાટક પર ગેઇટ કિપર તરીકે નોકરી કરતા મુકેશ માધાભાઇ રાઠોડને 1 મહિલા સહિત 4 શખ્સોએ હનીટ્રેપમાં ફસાવી દઇ 3,00,000ની માંગણી કરી હતી.

આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. વી. ધોકડીયા અને સ્ટાફે આરોપી સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસભાઇ ઠેબાને ઝડપી લીધા હતા. જ્યારે શબનમ ઉર્ફે શબુ ફરાર થઇ ગઇ હતી.

દરમિયાન ફરાર મહિલા શબનમ ઉર્ફે શબુ કાળાભાઇ પલેજાને બાતમીના આધારે ટીંબાવાડી ખાતેથી ઝડપી પાડેલ છે. શબનમે કબુલ્યુ હતું કે, જુગારમાં હારી જતા હનીટ્રેપના નાટકમાં જોડાઇ હતી. જ્યારે આરોપી આર્યન ઠેબાએ સાવધાન ઇન્ડીયા, ક્રાઇમ પેટ્રોલ જેવી સિરીયલ જોઇ તેમાંથી હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હોવાનું કબુલ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...