તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ભાલછેલ મંદિરના ગાદિપતિને મરવા મજબૂર કર્યાનો કાકાગુરૂ સામે ગુનો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરનાં ગાદિપતિના ભાઇએ કરી પોલીસ ફરિયાદ

મેંદરડા તાલુકાના ભાલછેલ ગામે હિરણેશ્વર મહાદેવ મંદિરના ગાદિપતિએ બે દિવસ પહેલાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પૂર્વાશ્રમના ભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મેંદરડા તાલુકાના ભાલછેલ ગામે આવેલા હિરણેશ્વર મહાદેવ મંદિરના ગાદિપતિ ભગવતદાસ ગુરૂ દ્વારકાદાસે બે દિવસ પહેલાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવની તેમના ભાઇ વિનોદભાઇ ત્રિભુવનભાઇ દુધરેજિયા (રે. પાલ્લી, તા. કડી, જિ. મહેસાણા) ને જાણ થતાં તેઓ ભાલછેલ દોડી આવ્યા હતા.

મૃતકનું પૂર્વાશ્રમનું નામ ભાર્ગવભાઇ હોઇ તેમણે ભગવતદાસના કાકા ગુરૂ હળદેવમુનિ (રે. જલાપુર, તા. ગઢડા, જિ. બોટાદ) સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે, ભગવતદાસની હિરણેશ્વર મંદિરમાં ગાદિપતિ તરીકે નિમણૂંક થતાં ગાદીનો કબ્જો લેવા માટે હળદેવમુનિએ પોતાના ભાઇને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યા હતા. બનાવની તપાસ પીએસઆઇ કે. એમ. મોરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...