તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોરી છૂપીથી અને મંજૂરી વગર ઘૂસી આવતા શખ્સો સામે પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા મયુર રસિકભાઈ બદિયાણી તથા કપિલ રસિકભાઈ બદીયાણી નામના બે વ્યક્તિ નાગપુર- મુંબઈથી આશરે એક પખવાડિયા પહેલા જુદા જુદા વાહનોની મદદથી આવી અને ઘરે રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતા આ બંને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી હોમ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ બન્ને યુવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો
ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા અને મોડપર ગામેથી ખંભાળિયા તરફ મોટરસાયકલ પર આવવાનો પ્રયાસ કરી રહેલા જીગ્નેશ મિલનભાઈ પરમાર અને જામનગરમાં રહીને મિસ્ત્રી કામ કરતા તથા ખંભાળિયામાં કુંભાર પાડામાં રહેતા હેમત બાબુભાઈ માવદીયા નામના 33 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લઈ આ બન્ને યુવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેને હોમ કવોરોન્ટાઈન કર્યા છે. ભલા મેરુ ટોયટા, તેજા હાજા ચૌહાણ, અનિલ પાલાભાઈ ચૌહાણ અને ફિરોઝ રહેમાન શેખ, રાહુલ કિશોરભાઈ રાઠોડ, ધર્મેન્દ્ર કિશોરભાઈ નકુમ અને કાના મેરુ ટોયટા નામના શખ્સો સામે પણ ગુના નોંધાયા છે.ઉપરાંત ઓખામાં રહીમ મામદ ભટ્ટી, કાદર એલિયાસ નારીયા, હાસીમ કાદર નારીયા, રસીદ કાદર નારીયા, ઉમર અબ્દુલ, રમેશ દલસુખભાઈ સોલંકી અને અજય કાંતિલાલ રાઠોડ નામના સાત શખ્સો સામે ઓખા મરીન પોલીસે તથા જીતેશ કનુભાઈ ચાવડા, રાજશી દેવશીભાઇ નંદાણીયા, મહંમદ સિદ્દીક સલીમ અને દાનો ઉર્ફે દિનેશ ગોરાભાઈ નામના 4 સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 51 શખસો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.