તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વોર્ડ નંબર 10ના કોર્પોરેટરના ઘરણાં, વોર્ડ નં.11ના કોર્પોરેટરે કરાવ્યા પારણાં

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કોર્પોરેટરના ધરણાંના ત્રીજા દિવસે પારણાં
  • કોર્પોરેશનમાં જ ધરણાં છત્તાં ભાજપના કોઇ પદાધિકારીએ નોંધ ન લીધી !

વોર્ડ નંબર 10માં પાણીની લાઇન, હાઇડન, ગટરના ઢાંકણા, સીસીરોડ સહિતના પ્રાથમિક સુવિધાના પ્રશ્નને લઇ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર હિતેન ઉદાણીએ કોર્પોરેશન ખાતે જ 3 દિવસ ધરણાં કર્યા હતા. દરમિયાન ત્રીજા દિવસે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂએ આવી પારણાં કરાવ્યા હતા. મહેન્દ્ર મશરૂએ દિવસ 10માં તમામ પ્રશ્નો ઉકેલવા જવાબદાર અધિકારીને તાકીદ કરી હતી અને જો દિવસ 10માં યોગ્ય નહિ થાય તો હિતેન્દ્ર ઉદાણી સાથે બેસી ધરણાં કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

દરમિયાન હિતેન્દ્ર ઉદાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં જ બેસી 3 દિવસ સુધી ધરણાં કરવા છત્તાં એકપણ સાથી કોર્પોરેટર ડોકાયા તો ન હતા, ટેલીફોનીક ચર્ચા પણ કરી ન હતી. જ્યારે મનપાના પદાધિકારીઓ અને ભાજપના અગ્રણીઓએ પણ મુલાકાત લીધી ન હતી અને નોંધપણ લીધી ન હતી. એકમાત્ર અશોકભાઇ ભટ્ટે આ મામલે કમિશ્નરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...