આઝાદીનો અમૃત મહોત્સવ:જૂનાગઢ શહેરમાં સી.આર. પાટીલના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ, ભવનાથ ક્ષેત્રના સંતો-મહંતો પણ યાત્રામાં જોડાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • શહેરના રસ્તાઓ વંદે માતરમના નારા અને દેશભક્તિના ગીતથી ગુંજી ઉઠ્યા

ભારત રાષ્ટ્રની ભાવના સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે જૂનાગઢમાં શહીદ પાર્કથી તિરંગા યાત્રાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આઝાદી કા અમૃત મહોત્સવમાં જૂનાગઢની પ્રજા ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં યાત્રા ફરી
જૂનાગઢના અલગ અલગ વિસ્તાર સહિત શહીદ પાર્કથી તળાવ દરવાજા,એજી સ્કૂલ, એમ.જી રોડ, આઝાદ ચોક, કાળવા ચોક, કોલેજ રોડ ,મોતીબાગ વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરી હતી.

ભવનાથ ક્ષેત્રના સંતો મહંતોએ પણ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો
જૂનાગઢ શહેરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં શહેરીજનો ઉપરાંત જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના સંતો મહંતો પણ તિરંગા સાથે યાત્રામાં સામેલ થયા હતા.

સી આર પાટીલે તિરંગા યાત્રા સંદર્ભે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આખા દેશમાં ઘરે ઘરે તિરંગો લહેરાઈ તે હેતુથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આહવાન કરવામાં આવ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો આખા દેશની અંદર યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની જે દેશ પ્રેમની ભાવના ,અને તિરંગા પ્રત્યેની ભાવના અલગ દેશ પ્રેમ પ્રત્યેની ઊર્જા ઉજાગર કરે છે તે પણ ગર્વ લેવા જેવી બાબત છે.

વંદે માતરમના નારાઓ અને દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા
જૂનાગઢ શહેરમાં આજે તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. સાથે યાત્રામાં ડીજેમાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...