તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢમાં 26 થી 29 ડિસેમ્બર સુધી ચાલનારા 4 દિવસીય પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાયો છે. શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ ગૌસેવા ગતિવિધી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજીત પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનો રાષ્ટ્રિય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ ગૌ પૂજન કરી પ્રારંભ કરાવ્યો હતો.26 ડિસેમ્બરથી શરૂ થયેલા પ્રશિક્ષણ વર્ગમાં 110 જેટલા ગૌપ્રેમીઓ 29 ડિસેમ્બર સુધી તાલીમ મેળવશે.
અહિં ખાસ કરીને ગાયનું દૂધ, ઘી, દહિં,ગૌમૂત્ર અને ગોબર અર્થાત પંચગવ્યમાંથી ગોબર ચપ્પલ, ફોટોફ્રેમ, હુક સ્ટેન્ડ,ઘડિયાળ, વિવિધ મૂર્તિઓ વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કુલ 35 જેટલા ગૌ આધારિત ઉત્પાદનોની પણ તાલીમ આપવામાં આવી રહી છે. આમાં, ગોબર મોબાઇલ ચિપ, ધુપબત્તી, મચ્છર ધુપબત્તી,મચ્છર કોઇલ,ગોબર દીવા, ઘન જીવામૃત્ત, સેન્દ્રીય ખાતર વગેરેનો સમાવેશ થાય છે.
આ તકે આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઇ જીવાણી,જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ,અખિલ ભારતીય સહ સંયોજક ગૌ સેવા ગતિવિધીના અજીતપ્રસાદ મહાપાત્રા,પ્રાંત સંયોજક મેઘજીભાઇ હિરાણી,નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપભાઇ પાનેરા સહિતની ઉપસ્થિતી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સાવલીયાએ કર્યું હતું.
ગાય આધારિત ખેતીથી ખેડૂતો આત્મનિર્ભર
ખેતીને પેસ્ટિસાઇડ અને રાસાયણીક ખાતરોથી મુક્ત બનાવવા સાથે ગામડાના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની તાકાત ગૌ માતામાં છે. ગાય આધારિત ખેતીથી ખેડૂતોની સમૃદ્ધિ વધશે. ગાયથી આરોગ્ય, પર્યાવરણ, સમાજકારણ, અર્થકારણ અને ખેતી સચવાય છે.
ગાયના ગોબરમાંથી બનેલા ચપ્પલથી બ્લડ પ્રેશરના દર્દીને રાહત મળે છે
આઇઆઇએમમાં તાલીમ મેળવી ગૌ આધારિત 306 પ્રોડક્ટનું ઉત્પાદન કરતા નિરજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાયના ગોબરમાંથી 10,000 જોડી ચપ્પલ બનાવ્યા છે. ગાયના ગોબરમાંથી બનેલા ચપ્પલ પહેરવાથી બ્લડ પ્રેશરના દર્દીને રાહત મળે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.