તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોડધામ:વોકળામાં ગાય પડી, ભંગારના ડેલામાં આગ, ગાયને રેસ્કયુ કરી બચાવાઇ, આગ પર કાબુ મેળવાયો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસમાં બે ઘટનામાં ફાયર ટીમને દોડધામ

જૂનાગઢ શહેરમાં આજે બનેલી બે દુર્ઘટનામાં ફાયર ટીમને દોડધામ થઇ ગઇ હતી. શહેરના નરસિંહ તળાવના ઓવરફ્લો પાસેના પાણીના નિકાલના પુલમાં ગાય પડી ગઇ હતી. આ અંગેની જાણ થતા ફાયર ઓફિસર મયુર પરમારના માર્ગદર્શનમાં કમલેશ પુરોહિત, દેવાયત સોલંકી, પ્રદિપસિંહ ડોડીયા, કપીલ સોલંકી વગેરે તુરત દોડી ગયા હતા. બાદમાં જેસીબીની મદદથી અડધો કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢી બચાવી લેવાઇ હતી.

આ તકે કમલેશ પુરોહિતને હાથમાં ઇજા પહોંચી હતી. આ ઉપરાંત મજેવડી દરવાજા પાસે લાકડાના ડેલામાં કોઇ કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતા અરજણભાઇ નંદાણીયા,ભગતસિંહ રાઠોડ, મિતેશ બાથાણી અને નુરમહમ્મદભાઇ વગેરે દોડી ગયા હતા. અડધો કલાક સુધીમાં 5,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...