સજા:વેરાવળના દંપતી સાથે છેતરપિંડી કર્યા બાદ સમાધાન પેટે આપેલી 12 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે ફરીયાદીને પુરેપુરૂ વળતર આપવાની સાથે દંડ ફટકારતો હુકમ કરેલ

વેરાવળના રહીશે ખરીદ કરેલ પ્‍લોટના અવેજમાં આપેલ રકમ પરત કરવા માટે ડારીના શખ્‍સએ આપેલ રૂ.12.10 લાખની કિંમતના બે ચેક રીટર્ન થયેલ હતા. જે અંગે કોર્ટમાં ફોજદારી કેસ થયેલ હતો. કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારવાની સાથે ફરીયાદીને પુરેપુરી રકમનું વળતર આપવાની સાથે દંડ ફટકારતો હુકમ કરેલ છે.

આ અંગે પ્રાપ્‍ત વિગતોનુસાર વેરાવળના રહીશ વિનોદચંદ્ર પરસોતમભાઈ વાઘેલાએ તાલુકાના ડારી ગામે રહેતા સુલેમાન મુસાણી શહેરના રે.સ.નં.1408 પૈકીની બિનખેતથી થયેલ જમીનના પ્લોટો પાડેલ તેમાંથી 4 પ્લોટો ખરીદ કરેલ હતા. જે અંગેનું સુલેમાન વિનોદચંદ્ર તથા તેમના પત્ની ભગવતીબેન જોગનું વેંચાણ સાટાકરાર કરી આપી સુથી પેટે રૂ.15 લાખની રકમ લીઘી હતી. બાદમાં સુલેમાનએ ઉપરોકત પ્લોટો અન્‍ય બીજા લોકોને વેંચાણ સાટાકરાર કરી આપેલ હતુ. જેની જાણ વિનોદચંદ્રને થતા સુલેમાન મુસાણી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવાની કાર્યવાહી હાથ ઘરતા સમાઘાન કરી સુલેમાને રૂ.2.90 લાખ રોકડા તથા બાકીની રકમ રૂ.12.10 લાખના એકસીસ બેંક-વેરાવળ શાખાના બે જુદી જુદી રકમના ચેકો વિનોદચંદ્રને આપતા બેંકમાં રજુ કરતા બંન્ને ચેકો રીર્ટન થયેલ હતા.

જેથી વિનોદચંદ્રએ એડવોકટ પ્રવિણચંદ્ર એમ.ડાંગોદરા મારફત સુલેમાનને ડીમાન્ડ નોટીસ મોકલેલ તેમ છતાં નાણા ન ચુકવતા વેરાવળના મહે.ચીફ જ્યુડી.મેજી.સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નં.72518 તથા 726/18 થી ધી નેગો.ઈન્સ્ટ્રુ.એકટની કલમ-138 તળે ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા વેરાવળના મહે.ચીફ.જ્યુડી.મેજી.બી.વી.સંચાણીયા સાહેબે આરોપી સુલેમાન પુંજાભાઈ મુસાણી રહે.ડારીવાળાને કસુરવાન માની બંન્ને કેસમાં 2-2 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.6,25,000 તથા રૂ.6,15,000 મળી કુલ રૂ.12,40,000 નો દંડ ફટકારેલ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે. તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને કુલ રૂ.12.10 લાખ વળતર ચુકવવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદીના વિકલ તરીકે પ્રવિણચંદ્ર ડાંગોદરા, દિલીપ વ્યાસ, કે.કે.ગણાત્રા તથા ધર્મેન્દ્ર ચાવડાએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...