હુકુમ:પતિની હત્યામાં આરોપી પત્નીના જામીન કોર્ટે ફગાવ્યા

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારમાં બનાવ બન્યો 'તો
  • પતિને મોતને ઘાટ ઉતારવા પ્રેમી સાથે મળીને કાવતરું કર્યું હતું

જૂનાગઢમાં એક વર્ષ પહેલાં મધુરમ બાયપાસ પર મંગલધામ-1 માં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં જેલ હવાલે રહેલી પત્નીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગલધામ-1 માં રહેતી કાજલબેન નિલેશભાઇ દાફડા (ઉ. 35) એ એક વર્ષ પહેલાં પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જેમાં હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી.

જેમાં સરકારી વકીલ એમ. પી. વાઘેલાએ એવી દલીલ કરી હતી કે, મૃતકને દારૂ પીને પત્ની સાથે ઝઘડો કરવાની આદત હતી. અને આરોપીએ તેના ગળા અને બંને હાથમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. આ બનાવમાં ચાર્જશીટ રજૂ થઇ ગઇ છે. અને હથિયાર પણ પોલીસે કબ્જે લીધું છે. જો આરોપીને જામીન અપાય તો પુરાવા સાથે ચેડાં કરવાની ભિતી દર્શાવી હતી. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રીઝવાના બુખારીએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...