કોર્ટનો ર્નિણય:મૃતકના વારસદારો પાસેથી નાણાં મેળવવાનો દાવો રદ કરતી કોર્ટ

જુનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના નાણાં આપનારે પરત મેળવવા કોર્ટમાં દાવો કર્યો’તો

જૂનાગઢના ચંન્દ્રકાન્ત નાનાલાલ કક્કડે, સાજણભાઇ કિસાભાઇ પંપાણીયાને હાથ ઉછીના બે ચેક મારફતે 50,000 આપ્યા હતા. બદલામાં સાજણભાઇએ ચેક આપ્યા હતા. દરમિયાન 25 સપ્ટેમ્બર 2013ના સાજણભાઇનું અવસાન થયું હતું.

જ્યારે ચન્દ્રકાતભાઇએ બન્ને ચેક 11 જૂલાઇ 2014ના બેન્કમાં ભરત ચેક રિટર્ન થયા હતા. બાદમાં 50,000 તેમજ વ્યાજના મળી કુલ 62,500 પરત મેળવવા સાજણભાઇના સિધી લીટીના વારસદાર તેમના પત્નિ અને 5 સંતાનો સામે કોર્ટમાં દાવો કર્યો હતો અને સાજણભાઇની કોઇપણ પ્રકારની મિલ્કત વેંચે કે વેંચાવે નહિ, ટ્રાન્સફર કરે કે કરાવે નહિ તેવો હુકમ કરવા અને મિલ્કત ટાંચમાં લેવા કોર્ટમાં અરજી કરી હતી.

દરમિયાન પ્રતિવાદીના વકિલ મનોજભાઇ શુકલ, અમિત શુકલ, નવિનચંદ્ર શુકલ વગેરેએ કરેલી ધારદાર દલીલો અને સજ્જડ બચાવને એડીશ્નલ સિવીલ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.પી. પુજાણીએ માન્ય રાખી મૃતકના વારસદારો પાસેથી નાણાં લેવાનો દાવો રદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...