મજા લેતા મુશ્કેલીમાં મૂકાયા:દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દીવ14 દિવસ પહેલા
  • દીવના બીચ પર ચાલી રહેલી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા

સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર આજે પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જો કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પેરા સેલિંગની મજા સજા બનતા અટકી
સંઘપ્રદેશ દીવનો નાગવા બીચ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં ફરવા આવતા લોકો અહીં ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવીટની મજા પણ લેતા હોય છે. આજે પણ એક દંપતી અહીં ચાલતા પેરા સેલિંગની મજા લઈ રહ્યું હતું ત્યારે જ અચાનક સ્પીડ બોટ સાથે બલૂનની દોરી તૂટી જતા દંપતી દરિયામાં પટકાયું હતું. બાદમાં બોટ મારફત બંનેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા.

નાગવી બીચની ફાઈલ તસવીર
નાગવી બીચની ફાઈલ તસવીર

સ્પોર્ટસ એક્ટિવિટીની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા
દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ સમયે સર્જાયેલા અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થતા અટકી છે. પરંતુ, અકસ્માતની ઘટનાને લઈ અહીં ચાલતી વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટીને લઈ સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...